અંકિત શર્મા કેસમાં વધુ એકની ધપરકડ, દિલ્હી હિંસા દરમિયાન થઈ હતી હત્યા
દિલ્હી પોલીસે કહ્યું કે, આઈબી અધિકારી અંકિત શર્માની હત્યાન આરોપી પાંચ નામથી જાણીતો છે. જે મોમિન ઉર્ફે સલમાન ઉર્ફે હસીન ઉર્ફે મુલ્લા ઉર્ફે નન્હે છે. આરોપીની સુંદર નગરીથી ધરપકડ કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હી હિંસા દરમિયાન આઈબી કર્મચારી અંકિત શર્માની હત્યા કરવામાં આવી હતી. અંકિતના મોતના મામલામાં દિલ્હી પોલીસે વધુ એકની ધરપકડ કરી છે. ઇન્ટરસેપ્શન બાદ પોલીસના સ્પેશિયલ સેલે સલમાન ઉર્ફે નન્હેની ધરપકડ કરી છે, હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ પ્રમાણે, આરોપી પાંચ નામથી જાણીતો હતો, જે મોમિન ઉર્ફે સલમાન ઉર્ફે હસીન ઉર્ફે મુલ્લા ઉર્ફે નન્હે છે. આરોપીની સુંદર નગરીથી ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા અંકિત શર્માની હત્યાના મામલામાં પોલીસે કોર્પોરેટર તાહિર હુસૈની પણ ધરપકડ કરી હતી. તેનું નામ એફઆઈઆરમાં હતું.
અમિત શાહે કહ્યું- અમારી પાસે પૂરાવા
આ પહેલા ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં ખુલાસો કર્યો હતો કે આઈબી અધિકારી અંકિત શર્માની હત્યાની તપાસ કરી રહેલી એસઆઈટીને મહત્વના પૂરાવા હાથ લાગ્યા છે. એસઆઈટીને તે વીડિયો હાથ લાગ્યો છે, જેમાં અંકિત શર્માની હત્યાના રાઝ છુપાયેલા છે. આ વીડિયો એક સામાન્ય નાગરિકે મોકલ્યો છે.
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 73 પર પહોંચી, જાણો ક્યાં રાજ્યમાં કોવિડ-19ના કેટલા દર્દી
દિલ્હી હિંસા દરમિયાન મળી હતી લાશ
આઈબી કોન્સ્ટેબલ અંકિત શર્મા, ઉત્તર પૂર્વી દિલ્હીમાં પોતાના પરિવારની સાથે રહેતો હતો. અહીં હિંસા દરમિયાન તેના પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. અંકિતનું મોત ચાલુ લાગવા અને ઢોર માર મારવાથી થયું હતું. અંકિત શર્માનો મૃતદેહ 26 ફેબ્રુઆરીએ ચાંદબાગના નાલામાંથી મળ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના પિતૃક ગામમાં અંતિમ સંસ્કાર થયા હતા.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે