Corona: દિલ્હીમાં સતત ત્રીજા દિવસે 1500થી વધુ કેસ, 10 લોકોના મૃત્યુ

દિલ્હીમાં આ વર્ષે સતત ત્રીજા દિવસે કોરોનાના 1500થી વધુ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1558 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષે એક દિવસમાં સૌથી મોટો આંકડો છે. 

Corona: દિલ્હીમાં સતત ત્રીજા દિવસે 1500થી વધુ કેસ, 10 લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Corona Virus) ના 1558 નવા કેસ સામે આવ્યા છે. આ વર્ષે દિલ્હીમાં એક દિવસમાં સામે આવનાર કેસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા શુક્રવારે 1534 અને ગુરૂવારે 1515 કેસ સામે આવ્યા છે. એટલે કે દિલ્હીમાં સતત ત્રીજા દિવસે 1500થી વધુ કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 974 લોકો સાજા થયા અને 10 લોકોના મૃત્યુ થયા છે. 

દિલ્હીમાં અત્યાર સુધી 10 હજાર 97 લોકોના મૃત્યુ
તો બુધવારે દિલ્હીમાં 1254 અને મંગળવારે 1101 કેસ સામે આવ્યા હતા. નવા કેસની સાથે દિલ્હીમાં અત્યાર સુધી કુલ કેસની સંખ્યા 6 લાખ 55 હજાર 834 થઈ ગયા છે. સારવાર બાદ અત્યાર સુધી 6 લાખ 38 હજાર 212 દર્દીઓ સાજા થયા છે. તો દિલ્હી અત્યાર સુધી કોરોનાને કારણે 10 હજાર 997 લોકોના મૃત્યુ થયા છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 6625 થઈ ગઈ છે. 

Total cases: 6,55,834
Total recoveries: 6,38,212
Total deaths: 10,997
Active cases: 6,625 pic.twitter.com/qeHcuqgnfb

— ANI (@ANI) March 27, 2021

દેશમાં એક દિવસમાં 60 હજારથી વધુ કેસ
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત (Gujarat) અને મધ્યપ્રદેશ (Madhya Pradesh) આ છ રાજ્યોમાં દૈનિક ધોરણે કોવિડ (Covid 19) ના નવા કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. એક દિવસમાં નવા નોંધાયેલા 79.57% કેસો આ છ રાજ્યોમાંથી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 62,258 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે. મહારાષ્ટ્ર (Maharashtra) માં દૈનિક ધોરણે દેશમાં સૌથી વધુ 36,902 દર્દી સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે પંજાબમાં એક દિવસમાં વધુ 3,122 જ્યારે છત્તીસગઢમાં વધુ 2,665 કેસ નોંધાયા છે.

સતત વધી રહ્યાં છે એક્ટિવ કેસ
ભારત (India) માં કુલ સક્રિય કેસોની સંખ્યા આજે 4,52,647 નોંધાઇ છે. હાલમાં સક્રિય કેસોની સંખ્યા દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી 3.8% છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા કેસોની સંખ્યા વધવાથી કુલ સક્રિય કેસોમાં 31,581 દર્દીનો ચોખ્ખો ઉમેરો નોંધાયો છે. મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ (Punjab) માં દેશના કુલ સક્રિય કેસોમાંથી 73% દર્દીઓ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news