Delhi: યમુનાના પાણીએ 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો, પૂરનું જોખમ વધ્યું, કેજરીવાલે તાબડતોબ બોલાવી બેઠક

Delhi Heavy Rain: દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 207.55 મીટર પર પહોંચી ગયું છે. જે છેલ્લા 45 વર્ષમાં સૌથી વધુ છે. દિલ્હીમાં યમુનાએ વર્ષ 1978નો 207.49 મીટરનો અત્યાર સુધીનો રેકોર્ડ  તોડી નાખ્યો છે. સતત વધી રહેલા પાણીના કારણે પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે.

Delhi: યમુનાના પાણીએ 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો, પૂરનું જોખમ વધ્યું, કેજરીવાલે તાબડતોબ બોલાવી બેઠક

દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 207.55 મીટર પર પહોંચી ગયું છે. જે છેલ્લા 45 વર્ષમાં સૌથી વધુ છે. દિલ્હીમાં યમુનાએ વર્ષ 1978નો 207.49 મીટરનો અત્યાર સુધીનો રેકોર્ડ  તોડી નાખ્યો છે. સતત વધી રહેલા પાણીના કારણે પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. આ જોખમને જોતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈમરજન્સી બેઠક બોલાવી. 

વધતા જળસ્તરથી શહેરમાં પૂરનું જોખમ ઊભું થયું છે. દિલ્હી સરકારના એક અધિકારીએ જણાવ્યું કે બેઠક દિલ્હી સચિવાલયમાં થશે જેમાં તમામ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હજારો લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે. કેન્દ્રીય જળ આયોગના પૂર નિગરાણી પોર્ટલ મુજબ જૂના રેલવે પુલ પર યમુનાનું જળ સ્તર 2013 બાદ પહેલીવાર સવારે ચાર વાગે 207 મીટરના નિશાનને પાર કરી ગયું હતું અને બુધવારે સવારે આઠ વાગે વધીને તે 207.25 મીટર સુધી પહોંચી ગયું. 

જાગૃતતા, બચાવ અને રેસ્ક્યૂ વર્ક માટે 45 બોટ તૈયાર કરાઈ છે. બહાર  કાઢવામાં આવેલા લોકોને રાહત આપવા માટે બિનસરકારી સંગઠનોની મદદ લેવાઈ રહી છે. જૂના રેલવે પુલ પર અવરજવર બંધ કરી દેવાઈ છે. વધારાના પાણી છોડવા અને લાંબા સમય સુધી ઉચ્ચ જળસ્તરને રોકવા માટે ઓખલા બેરેજના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. સંબંધિત જિલ્લાઓના તમામ જિલ્લાધિકારી અને સેક્ટર સમિતિઓ સતર્ક છે. એક દિવસ પહેલા ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ કહ્યું હતું કે દિલ્હીના નાળાઓની યોગ્ય સફાઈ ન થવાના કારણે પાણી ભરાયા. દિલ્હી પોલીસે સુરક્ષા કારણોસર દિલ્હીના પુરગ્રસ્ત વિસ્તારોમાં સીઆરપીસીની કલમ 144 લાગૂ કરી છે. દિલ્હી સરકારનું માનવું છે કે થોડા દિવસ સુધી આવી સ્થિતિ રહી શકે છે. 

મેટ્રોથી જુઓ પૂરનું મંજર

गरीबो के लिए ये बारिश आफत बनकर आयी है , pic.twitter.com/ihTywG4Esk

— Nargis Bano (@NargisBano70) July 12, 2023

બજારોમાં ઘૂસ્યા પાણી

— Press Trust of India (@PTI_News) July 12, 2023

ઉછાળા મારતી યમુના

Delhi recorded a rapid increase in the Yamuna water level amid heavy rainfall over the last two days. pic.twitter.com/HC5pp4fs2c

— Press Trust of India (@PTI_News) July 12, 2023

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news