PM મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને આપી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ની આજે 151મી જન્મજયંતી છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સવારે રાજઘાટ પહોંચ્યા. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને નમન કર્યાં. આ દરમિયાન અહીં જયંતીના અવસરે ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

PM મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ની આજે 151મી જન્મજયંતી છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સવારે રાજઘાટ પહોંચ્યા. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને નમન કર્યાં. આ દરમિયાન અહીં જયંતીના અવસરે ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

— ANI (@ANI) October 2, 2020

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય ઘાટ પહોંચીને પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપી. લાલ બહાદુર શાસ્ત્રીની પણ આજે 116મી જયંતી છે. 

— ANI (@ANI) October 2, 2020

અમિત શાહે ટ્વીટ કરીને આપી શ્રદ્ધાંજલિ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધી જયંતીના અવસરે ટ્વીટ કરીને રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપી. તેમણે લખ્યું કે ગાંધીજીના અસાધારણ વ્યક્તિત્વ તથા સાધનાપૂર્ણ જીવને વિશ્વને શાંતિ, અહિંસા અને સદભાવનો માર્ગ દેખાડ્યો. તેમણે લખ્યું કે સ્વદેશીના ઉપયોગને વધારવાના તેમના સ્વપ્નને પૂર્ણ કરવા માટે આજે સમગ્ર દેશ મોદીજીના આત્મનિર્ભર ભારતના સંકલ્પની સાથે સ્વદેશી અપનાવી રહ્યો છે. ગાંધી જયંતી પર તેમને કોટિ કોટિ નમન. 

स्वदेशी के उपयोग को बढ़ाने के उनके स्वप्न को पूर्ण करने के लिए आज पूरा देश मोदी जी के आत्मनिर्भर भारत के संकल्प के साथ स्वदेशी को अपना रहा है।

गांधी जयंती पर उन्हें कोटिशः नमन। pic.twitter.com/C3EkO2PBjr

— Amit Shah (@AmitShah) October 2, 2020

મહાત્મા ગાંધીના મૂલ્યા જેટલા પ્રાસંગિક કાલે હતા એટલા જ આજે છે
આ અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે એક ઓક્ટોબરે દેશવાસીઓને સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાનું અને સ્વચ્છ તથા સમૃદ્ધ ભારતના નિર્માણ માટે આહ્વાન કર્યું. એક અધિકૃત નિવેદનમાં આ જાણકારી અપાઈ. 

ગાંધી જયંતીની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે ગાંધીજીએ જણાવ્યું કે સત્ય, અહિંસા, અને પ્રેમનો માર્ગ સમાજમાં સોહાર્દ, અને સમાનતા લાવીને વિશ્વ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીના મૂલ્યો જેટલા પ્રાસંગિક ગઈ કાલે હતા એટલા જ આજે છે અને ભવિષ્યમાં રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news