શૂટ આઉટ@દિલ્હી : પોલીસે 4 ગુનેગારોન ઠાર માર્યા, 6 પોલીસ જવાન ઘાયલ

રાજધાની દિલ્હીમાં પોલીસ અને ભારતીય ગેંગની વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં દિલ્હી પોલીસનાં જવાનોએ 4 અસામાજીક તત્વોને ઢાર કરી દીધા છે. જ્યારે એક હજી પણ ઘાયલ હોવાનું કહેવાઇ રહ્યું છે. સાઉથ દિલ્હીનાં છત્તરપુર વિસ્તારમાં ઘર્ષણ થયું. દિલ્હી પોલીસનાં સ્પેશ્યલ સેલ અંગેની માહિતી મળી હતી કે રાજેશ ભારતી પોતાની ગેંગ સાથે છતરપુરમાં કોઇ મોટી ધમાલ કરવા જઇ રહ્યો છે. ત્યાર બાદ પોલીસે ગુનેગારોને પકડવા માટે ગોઠવણી કરી હતી. જો કે પોલીસ અને ગુંડાઓ સામ સામે આવી જતા પોલીસ પર ફાયરિંગ કર્યું.
શૂટ આઉટ@દિલ્હી : પોલીસે 4 ગુનેગારોન ઠાર માર્યા, 6 પોલીસ જવાન ઘાયલ

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં પોલીસ અને ભારતીય ગેંગની વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં દિલ્હી પોલીસનાં જવાનોએ 4 અસામાજીક તત્વોને ઢાર કરી દીધા છે. જ્યારે એક હજી પણ ઘાયલ હોવાનું કહેવાઇ રહ્યું છે. સાઉથ દિલ્હીનાં છત્તરપુર વિસ્તારમાં ઘર્ષણ થયું. દિલ્હી પોલીસનાં સ્પેશ્યલ સેલ અંગેની માહિતી મળી હતી કે રાજેશ ભારતી પોતાની ગેંગ સાથે છતરપુરમાં કોઇ મોટી ધમાલ કરવા જઇ રહ્યો છે. ત્યાર બાદ પોલીસે ગુનેગારોને પકડવા માટે ગોઠવણી કરી હતી. જો કે પોલીસ અને ગુંડાઓ સામ સામે આવી જતા પોલીસ પર ફાયરિંગ કર્યું.

પોલીસની તરફથી જવાબી કાર્યવાહી થઇ. આમાં મોસ્ટ વોન્ટેડ રાજેશ ભારતી અને તેની ગેંગના પાંચ ગુનાખોરોને પોલીસની ગોળી લાગી હતી. તેમાંથી ચારનાં મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. ફાયરિંગમાં પોલીસના ઘણા જવાનો પણ ઘાયલ હોવાનું કહેવાઇ રહ્યું છે. સુત્રો અનુસાર સ્પેશ્યલ સેલનાં 6 પોલીસ કર્મચારીઓે ગોળી વાગી હતી. 

કોણ છે રાજેશ ભારત ?
રાજેશ ભારતી હરિયાણાનાં જીંદનો રહેવાસી છે. તેની વિરુદ્ધ 302 અને 307 જેવી ગંભીર કલમોમાં દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં કેસ દાખલ કર્યા છે. તે ખાસ કરીને સાઉથ દિલ્હીમાં ગુનાઓ આચરીને હરિયાણા ભાગી જતો હતો. રાજેશ ભારતી પર 1 લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news