દેશની રાજધાનીને હચમચાવી નાખવાનું ષડયંત્ર નિષ્ફળ, 2 આતંકી પકડાયા

દેશની રાજધાની દિલ્હી (Delhi) ને હચમચાવી નાખવાના ષડયંત્રને દિલ્હી પોલીસે નિષ્ફળ બનાવી દીધુ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે બે આતંકીઓને દબોચ્યા છે. કહેવાય છે કે બંને આતંકવાદીઓનો સંબંધ જૈશ એ મોહમ્મદ સાથે છે અને બંનેનું દિલ્હીમાં વિસ્ફોટ કરવાનું પ્લાનિંગ હતું. 
દેશની રાજધાનીને હચમચાવી નાખવાનું ષડયંત્ર નિષ્ફળ, 2 આતંકી પકડાયા

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi) ને હચમચાવી નાખવાના ષડયંત્રને દિલ્હી પોલીસે નિષ્ફળ બનાવી દીધુ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે બે આતંકીઓને દબોચ્યા છે. કહેવાય છે કે બંને આતંકવાદીઓનો સંબંધ જૈશ એ મોહમ્મદ સાથે છે અને બંનેનું દિલ્હીમાં વિસ્ફોટ કરવાનું પ્લાનિંગ હતું. 

ગુપ્તચર એજન્સીઓ અને સ્પેશિયલ સેલની પૂછપરછ ચાલુ
ધરપકડ બાદ ગુપ્તચર એજન્સીઓ અને સ્પેશિયલ સેલની સંયુક્ત ટીમો બંને આતંકીઓની પૂછપરછ કરી રહી છે. તેમની ઓળખનો હજુ ખુલાસો કરાયો નથી. પોલીસે હાલ આ અંગે કોઈ જાણકારી આપી નથી કે બંને આતંકીઓની ધરપકડ ક્યારે અને ક્યાંથી કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news