શરજિલે આત્મસમર્પણ નથી કર્યું, તેની ધરપકડ કરવામાં આવી છેઃ દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસે રાજદ્રોહના આરોપી જેએનયૂ વિદ્યાર્થી શરજિલ ઇમામના વકીલના તે દાવાને નકાર્યા છે કે તેણે પોલીસની સામે આત્મસમર્પણ કર્યું છે. દિલ્હી પોલીસે મંગળવારે સાંજે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, આત્મસમર્પણ કોર્ટની સામે થાય છે, તેની ધરપકડ કરવામાં આવી છે.
Trending Photos
દિલ્હીઃ દિલ્હી પોલીસે રાજદ્રોહના આરોપી જેએનયૂ વિદ્યાર્થી શરજિલ ઇમામના વકીલના તે દાવાને નકાર્યા છે કે તેણે પોલીસની સામે આત્મસમર્પણ કર્યું છે. દિલ્હી પોલીસે મંગળવારે સાંજે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, આત્મસમર્પણ કોર્ટની સામે થાય છે, તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, શરજિલને દિલ્હી લઈ આવવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ લેવામાં આવી રહ્યાં છે. દિલ્હીમાં સીએએ વિરુદ્ધ શાહીન બાદમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનના મુખ્ય આયોજકોમાંથી એક શરજિલ ઇમામનો એક વીડિઓ સામે આવ્યો હતો, જેમાં તે આસામને દેશની અલગ કરવાની વાત કરી રહ્યો હતો.
દિલ્હી પોલીસના ડીસીપી (ક્રાઇમ) રાજેશ દેવે શરિજલ ઇમામની ધરપકડની સંપૂર્ણ ઘટના જણાવી કે કઈ રીતે બિહાર પોલીસના સહયોગથી 26 જાન્યુઆરીથી તમામ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે બિહાર પોલીસના સહયોગથી દિલ્હી પોલીસે જહાનાબાદના કાકો સ્થિત શરજિલના ગામથી તેની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે કહ્યું કે, શરજિલ હાલ જેએનયૂનો વિદ્યાર્થી છે. તેમણે તેનો ભડકાઉ ભાષણનો એક વીડિયો પણ જારી કર્યો છે.
Rajesh Deo, DCP Crime Branch, Delhi Police: Sharjeel Imam (JNU student) was arrested from his village in Jehanabad at around 2 pm today. We are taking transit remand from Bihar and trying to bring him to Delhi from the shortest possible route. pic.twitter.com/Xp9dBm9SMq
— ANI (@ANI) January 28, 2020
દિલ્હી પોલીસે જણાવ્યું કે, ધરપકડ પહેલા શરજિલ ઇમામ છેલ્લે 25 જાન્યુઆરીએ બિહારના ફુલવારી શરીફ એરિયામાં એક રેલી દરમિયાન જોવા મળ્યો હતો. તેની ધરપકડ માટે દિલ્હી પોલીસની ટીમ 25ના બિહાર પહોંચી ગઈ હતી. બિહાર પોલીસના સહયોગથી દિલ્હી પોલીસે જમામ જગ્યાએ દરોડા પાડ્યા હતા. ડીસીપી રાજેશ દેવે જણાવ્યું કે, એક દિવસ પહેલા 27 ફેબ્રુઆરીએ જ્યારે શરજિલના ઘરે દરોડા પાડવામાં આવ્યો તો તેનો ભાઈ મુજમ્મિલ ઇમામ મળ્યો હતો. તેના એક દિવસ બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે