ગૂગલ પર સર્ચ કર્યું How To Hang! પછી દિલ્હી મેટ્રોના સુપરવાઇઝરે પત્ની-પુત્રીને મારી કર્યો આપઘાત

દિલ્હીના શાહદરા વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને છ વર્ષની દીકરીની હત્યા કર્યા બાદ આપઘાત કરી લીધો છે. પોલીસ પ્રમાણે ડીએમઆરસીમાં સુપરવાઇઝર પર કામ કરનાર 45 વર્ષીય સુશીલે પોતાના ઘરની અંદર પત્ની અને પુત્રીની ચાકૂથી હત્યા કરી અને બાદમાં પોતે આપઘાત કરી લીધો છે. 

ગૂગલ પર સર્ચ કર્યું How To Hang! પછી દિલ્હી મેટ્રોના સુપરવાઇઝરે પત્ની-પુત્રીને મારી કર્યો આપઘાત

નવી દિલ્હીઃ દિલ્હીના શાહદરા વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને છ વર્ષની દીકરીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી છે. પોલીસ પ્રમાણે DMRCમાં સુપરવાઇઝરના પદ પર કામ કરનાર 45 વર્ષના સુશીલે ઘરની અંદર 40 વર્ષની પત્ની અનુરાધા અને 6 વર્ષની પુત્રી અદિતિની ચાકૂ મારી હત્યા કરી દીધી છે. બાદમાં સુશીલે ઘરના પંખા પર ફાંસી લગાવી આપઘાત કરી લીધો છે. 

ઘટનાની જાણકારી મળ્યા બાદ પહોંચેલી પોલીસને એક ચાકૂ મળ્યો છે. પોલીસે ઘરમાં રાખેલ કમ્પ્યૂટરની પણ તપાસ કરી છે, જેમાં સુશીલે સર્ચ કર્યુ હતું કે How To Hang એટલે કે ફાંસી પર કઈ રીતે લટકવાનું છે. કમ્પ્યૂટર પર ચર્ચ કર્યા બાદ સુશીલે આપઘાત કરી લીધો છે. સુશીલે આ ઘટનાને અંજામ કેમ આપ્યો? તેની તપાસ ચાલી રહી છે. આરોપીએ પોતાના 13 વર્ષના પુત્રને પણ મારવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. 

આપઘાત પહેલાં એક સાથીને આપી જાણકારી
જાણકારી પ્રમાણે પીસીઆર કોલને બપોરે 12 કલાક બાદ કોલ આવ્યો. ફોન કરનારે જણાવ્યું કે તે D-blk 78/1 ગલી નંબર 8 જ્યોતિ કોલોની, શાહદરાથી બોલી રહ્યો છે. તેણે જણાવ્યું કે- મારી સાથે સુશીલ કુમાર મેટ્રોમાં કામ કરે છે. તે આજે ઓફિસ આવ્યા નથી. મેં તેને કોલ કર્યો તો તે રડી રહ્યો હતો. તેણે જણાવ્યું- મેં ઘર પર બધાને મારી નાખ્યા છે પરંતુ હવે તે કોલ ઉપાડી રહ્યો નથી. 

ચાકૂથી હુમલો કરી પુત્રી-પત્નીની હત્યા કરી
પોલીસે તત્કાલ કોલને વેરિફાઈ કર્યો. પોલીસના અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા. પોલીસ પ્રમાણે સુશીલનો મૃતદેહ ફાંસી પર લટકતો મળ્યો છે. તો પૂર્વ વિનોદ નગર ડિપોમાં ડીએમઆરસીમાં મેન્ટનન્સ સુપરવાઇઝરના પદ પર કાર્યરત હતા. તો તેની પત્ની અનુરાધા અને પુત્રીના શરીર પર ચાકૂના ઘા જોવા મળ્યા છે. 

હાલમાં પોલીસ વિભાગના અધિકારીઓ અને ફોરેન્સિકની ટીમ સ્થળ પર પહોંચીને તપાસ કરી રહી છે. પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે મૃતક સુશીલે પરિવારના સભ્યોની હત્યા કરી અને બાદમાં ફાંસી લગાવી આપઘાત કર્યો છે. તેણે પોતાના પુત્રને પણ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બચી ગયો. હાલ તો પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news