દિલ્હીમાં બીજી મોટી આગની ઘટના, પાર્કિંગમાં પડેલી 11 બાઇક ભડભડ સળગી, 3 લોકોના મોત

Delhi Fire News: પૂર્વી દિલ્હીના વિવેક વિહારમાં ચાઇલ્ડ કેર યૂનિટમાં આગની ઘટના બાદ કૃષ્ણા નગરની એક બિલ્ડીંગમાં આગ લાગી છે, જેમાં ત્રણ લોકોના મોત થયા છે. ફાયર બ્રિગેડની ટીમે બિલ્ડીંગમાંથી 10 લોકોના રેસ્ક્યૂ કર્યા છે, જેમને અલગ-અલગ હોસ્પિટલોમાં ભરતી કરાવવામાં આવ્યા છે. 

દિલ્હીમાં બીજી મોટી આગની ઘટના, પાર્કિંગમાં પડેલી 11 બાઇક ભડભડ સળગી, 3 લોકોના મોત

Delhi Krishna Nagar Fire: દિલ્હીના વિવેક વિહાર બાદ કૃષ્ણા નગરમાં પણ એક ઘરમાં આગ લાગવાથી ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. આ આગ ચાર માળની બિલ્ડીંગની પાર્કિંગમાં ઉભેલી 11 બાઇકોમાં લાગી હતી અને પહેલા માળ સુધી ફેલાઇ હતી. ત્યારબાદ ઉપરના માળ સુધી ધુમાડો ભરાઇ ગયો હતો. 

પોલીસના જણાવ્યા અનુસાર આ આગની ઘટના મોડી રાત્રે ક્રિષ્ના નગરમાં બેંક ઓફ ઈન્ડિયાની પાસે શેરી નંબર એકમાં છછી બિલ્ડિંગમાં બની હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. પાંચ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી મુજબ જ્યારે ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમને પહેલા માળે એક બળી ગયેલી લાશ મળી હતી અને ઉપરના માળેથી 12 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બે ગંભીર રીતે ઘાયલ લોકોને જીટીબી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિને મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

All three injured have been admitted to hospital for treatment. https://t.co/i1yZcNzdMR

— ANI (@ANI) May 26, 2024

પોલીસ રેકોર્ડ અનુસાર આ ઘટનામાં પરમિલા શાહદ (66) બળેલી લાશ પહેલા માળેથી મળી હતી. જ્યારે કેશવ શર્મા (18) અને અંજૂ શર્મા (34) ને જીટીબી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દેવેન્દ્ર (41) ને ગંભીર અવસ્થામાં મેક્સ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. આગની આ ઘટનામાં રૂચિકા (38), સોનમ શાદ (38) ને હેડગેવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ઘણા લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. 

આ પહેલાં દિલ્હીના વિવેક વિહારમાં બેબી કેર સેન્ટરમાં આગ લાગવાથી 6 બાળકોના મોત થયા છે. શનિવારે મોટી રાત્રે બેબી કેર સેન્ટરમાં આગ લાગી હતી. ફાયર ઓફિસર રાજેન્દ્ર અટવાલના અનુસાર સૂચના મળ્યા બાદ 16 ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ 11 નવજાત બાળકોને રેસ્ક્યૂ કરવામાં સફળ રહ્યા હતા. 

અધિકારીઓનું કહેવું છે કે બેબી કેર સેન્ટરથી 11 નવજાત શિશુઓને બચાવવામાં આવ્યા પરંતુ છના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. અકસ્માતનો શિકાર બનેલા એક બાળક સહિત છ લોકો વેન્ટીલેટર પર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news