દિલ્હી હાઇકોર્ટેનાં કડક વલણ બાદ મેટ્રો કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચી

દિલ્હી હાઇકોર્ટ દ્વારા સ્ટે મુકી દેવામાં આવ્યા બાદ કર્મચારી યૂનિયન દ્વારા કોર્ટનું માન રાખીને હડતાળ પાછી ખેંચી લેવામાં આવી છે

દિલ્હી હાઇકોર્ટેનાં કડક વલણ બાદ મેટ્રો કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચી

નવી દિલ્હી : ડીએમઆરસી કર્મચારીઓની હડતાળ અંગે દિલ્હી હાઇકોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટનાં ચુકાદા બાદ ડીએમઆરસી સ્ટાફ કાઉન્સિલનાં પદાધિકારીઓએ પણ કોર્ટની અવગણના નહી કરવાની વાત કહીને હડતાળ સ્થગીત કરવાનો નિર્ણય લીધો છે. ડીએમઆરસીનાં આશરે 9000  કર્મચારીઓનાં વેતન વધારવાની માંગ મુદ્દે શનિવારે હડતાળ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

અગાઉ મેટ્રો કર્મચારીઓની ડીએમઆરસી મેનેજમેન્ટની સાથે ઘણી બેઠકો પરિણામ વગર રહી. ત્યાર બાદ ડીએમસી કર્મચારીઓએ હડતાળ પર જવાનાં ચુકાદો કર્યો હતો. મેટ્રોનાં નોન એક્ઝિક્યુટિવ સ્ટાફે યમુના બેંક અને શાહદરા સહિત ઘણા મેટ્રો સ્ટેશન પર પ્રદર્શન પણ કર્યું. બીજી તરફ ડેપ્યુટી સીએમએ ટ્વીટ કરીને કહ્યું કે, મુખ્યમંત્રીને નિર્દેશ મળ્યા છે કે મેટ્રો કર્મચારીઓની યોગ્ય માંગણીઓને સ્વિકારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કર્મચારી છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી મેટ્રોનાં અલગ અલગ સ્ટેશન પર હાથમાં કાળી પટ્ટી બાંધીને પ્રદર્શન કરી રહ્યા હતા. તેમની ધમકીઓ વચ્ચે દિલ્હીનાં પરિવહન મંત્રીએ ડીએમઆરસીનાં મેનેજિંગ ડાયરેક્ટરને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, તેઓ નોન એક્ઝિક્યુટિવ કર્મચારીઓનાં મુદ્દાઓને ઉકેલે. આ એક્ઝિક્યુટિવ કર્મચારીઓમાં ટ્રેન ઓપરેટર, સ્ટેશન કંટ્રોલર, ટેક્નિશિયન, ઓપરેટિંગ સ્ટાફ, મેઇન્ટેન્સ સ્ટાફનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓ વેતન અને પે ગ્રેડમાં સંશોધનની સાથે જ એરિયરની ચુકવણી વગેરેની માંગ કરી રહ્યા છે. 

મેટ્રો કર્મચારીઓ પહેલા પણ પોતાની માંગણીઓ મુદ્દે પ્રદર્શન કરી રહ્યા છે અને ગત્ત વર્ષે જુલાઇમાં પણ આવી પરિસ્થિતીઓનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે તેનાં નોન એક્ઝિક્યૂટિવ સ્ટાફે આ પ્રકારની માંગણીઓ મુદ્દે હડતાળ પર જવાની જાહેરાત કરી હતી. જો કે આખરી સમયે ડીએમઆરસી પ્રબંધન અને સ્ટાફ કાઉન્સિલની યોજાયેલી બેઠકો બાદ થયેલી સમજુતીઓનાં કારણે આ હડતાળ ટળી ગઇ હતી. હવે કર્મચારીઓનું કહેવું છે કે ગત્ત વર્ષે જુલાઇમાં પ્રબંધને જે વચનો આપ્યા હતા તેને પુરા નથી કરવામાં આવ્યા. 

તે અગાઉ ડીએમઆરસીનાં કર્મચારી યૂનિયનનાં જનરલ સેક્રેટરી મહાવીર પ્રસાદે કહ્યું કે, લોકો 10 વર્ષથી એક જ સૈલેરી પર કામ કરી રહ્યા છે, જ્યારે પહેલા સંતોષજનક સર્વિસ રેકોર્ટ હોય તો 5 વર્ષમાં પ્રમોશન આપવામાં આવશે તેવું વચન અપાયું હતું જેને પુરૂ નથી કરવામાં આવ્યું. તે ઉપરાંત કર્મચારીઓ નોન એક્ઝિક્યૂટિવ કર્મચારીઓ માટે 20,600-46,500નાં સ્તરની સેલેરીની માંગણીઓ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news