રાજનાથ સિંહનો કેજરીવાલ પર હુમલો- કહ્યું- જે અન્નાના ન થયા તે તમારા શું થશે
અમે પહેલા જ કહેતા હતા કે કમલ 370ને રદ્દ કરીશું. અમે અમારા સંકલ્પ પત્રમાં પણ કહ્યું હતું કે, સત્તામાં પરત આવતા કલમ 370 રદ્દ કરીશું.
Trending Photos
નવી દિલ્હીઃ રક્ષા પ્રધાન રાજનાથ સિંહે દિલ્હીની એક ચૂંટણી સભામાં 1984માં થયેલા શીખ વિરોધી તોફાનોનો ઉલ્લેખ કર્યો હતો. સિંહે કહ્યું કે, અમે વિશેષ તપાસ દળ (Special Investigation Team)ની રચના કરી છે. તેમણે જણાવ્યું કે, આ તપાસ દળ દોષીતોને સજા આપશે. તેમણે સીએએ (CAA) અને એનઆરસી (NRc)ને લઈે ચાલી રહેલા વિવાદ પર કહ્યું કે, હું મારા મુસ્લિમ ભાઈઓને કહેવા ઈચ્છું છું કે, એ તમારા પર નિર્ભર કરે છે કે તમે અમને મત આપો કે નહીં, પરંતુ અમારા ઉદ્દેશ્ય પર શંકા ન કરો. અમારી નિયત ચોખી છે અને તમને કોઈ કંઇ કરી શકે નહીં.
અમે પહેલા જ કહેતા હતા કે કમલ 370ને રદ્દ કરીશું. અમે અમારા સંકલ્પ પત્રમાં પણ કહ્યું હતું કે, સત્તામાં પરત આવતા કલમ 370 રદ્દ કરીશું. આ કામ ઓગસ્ટમાં ચપટી વગાડતા જ કરી દેવામાં આવ્યું. હવે કાશ્મીરથી વિસ્થાપિત થયેલા કાશ્મીરી પંડિતોને ઘાટીમાં વસાવવા કોઈ તાકાત રોકી શકે નહીં.
અરવિંદ કેજરીવાલ પર કર્યો કટાક્ષ
તેમણે કેજરીવાલ પર હુમલો કરતા કહ્યું કે, જે અન્ના હજારે જીનો હાથ પકડીને કેજરીવાલ જાહેર જીવનમાં આવ્યા હતા, તેમણે વારંવાર રાજકીય પાર્ટી બનાવવાની ના પાડી. પરંતુ અન્ના હજારેને મહારાષ્ટ્રમાં મોકલી અરવિંદ કેજરીવાલે એક રાજકીય પાર્ટી બનાવી લીધી અને ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા હતા. જે અન્નાના ન થયા તે તમારા શું થશે
#WATCH Defence Minister Rajnath Singh: I want to tell my Muslim brothers - it is up to you to decide whether to vote for us or not but please do not doubt our intentions. No one can touch you, let alone taking away your citizenship. pic.twitter.com/bzMo1kD1ME
— ANI (@ANI) January 29, 2020
નફરતના આધાર પર અમારે સત્તાનું સિંહાસન ન જોઈએ
નફરતના આધાર પર અમારે સત્તાનું સિંહાસન જોઈતું નથી. આવી રાજનીતિને અમે ઠોકર મારીએ છીએ. એનપીઆરને લઈને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. જો એનપીઆર નહીં થાય તો ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ કઈ રીતે ચલાવી શકાશે. DBTના માધ્યમથી કોઈ હેરફેર વિના ગરીબો સુધી સબ્સિડી કેમ પહોંચશે? નફરતની શાહીથી ઈતિહાસ લખવાનો પ્રયત્ન ન કરવો જોઈએ બાકી ઈતિહાસ માફ કરશે નહીં. અમારા વડાપ્રધાન ન્યાય અને માણસાયમાં વિશ્વાસ કરે છે. ત્યારે તેઓ કહે છે કે સબકા સાથ સબકા વિકાસ. તેમ છતાં તેમના પર ખોટા આરોપ લગાવી શકાય છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે