Coronavirus Update: દિલ્હીમાં કોરોના વિસ્ફોટ, હવે મુંબઈથી પણ વધુ ફેલાયું સંક્રમણ


દિલ્હીમાં આજે પણ 3788 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા  70,390 થઈ ચુકી છે. તો મુંબઈમાં કુલ દર્દીઓની સંખ્યા  69,528 છે એટલે કે કોરોનાના મામલામાં દિલ્હીએ મુંબઈને પાછળ છોડી દીધું છે. 
 

Coronavirus Update: દિલ્હીમાં કોરોના વિસ્ફોટ, હવે મુંબઈથી પણ વધુ ફેલાયું સંક્રમણ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી અને દેશની આર્થિક રાજધાની મુંબઈ બંન્ને કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. પહેલા તો મુંબઈમાં દરરોજ બેથી ત્રણ હજાર વચ્ચે કેસ આવતા હતા. હવે દિલ્હીમાં ત્રણ હજારથી વધુ કેસ દરરોજ સામે આવી રહ્યાં છે. દિલ્હીમાં આજે પણ 3788 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા  70,390 થઈ ચુકી છે. તો મુંબઈમાં કુલ દર્દીઓની સંખ્યા  69,528 છે એટલે કે કોરોનાના મામલામાં દિલ્હીએ મુંબઈને પાછળ છોડી દીધું છે. 

જૂનના શરૂઆતી સપ્તાહથી દિલ્હીમાં સંક્રમણના મામલામાં તેજી જોવા મળી છે. મેના મહિનામાં દિલ્હીમાં 500થી હજાર વચ્ચે કેસ આવતા હતા પરંતુ જૂનમાં આંકડો 1500ને પાર થયો અને ત્યારબાદ દરરોજ 3000થી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. હવે દિલ્હીમાં કોરોનાથી સંક્રમણનો આંકડો 70 હજારને પાર પહોંચી ગયો છે. દિલ્હીમાં સૌથી પહેલા લૉકડાઉન ખુલ્યુ હતુ, ત્યારબાદ રસ્તાઓ પર જામની સ્થિતિ સર્જાઈ હતી. 

પશ્ચિમ બંગાળમાં 31 જુલાઈ સુધી વધી ગયુ લૉકડાઉન, ડરાવી રહ્યો છે કોરોના વાયરસ  

સુપ્રીમ કોર્ટે પણ વ્યક્ત કરી હતી ચિંતા
દિલ્હીમાં વધતા કોરોનાને કેસને જોતા ખુદ પીએમથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ચિંતા વ્યક્ત કરી હતી અને કેન્દ્ર સરકારે તાબળતોડ ઘણી બેઠક કરીને કોરોનાના કેસમાં ઘટાડા માટે પ્રયાસ કર્યાં. દિલ્હીમાં વધતા આંકડા વચ્ચે એક કારણ તે પણ છે કે ત્યાં બમણા ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જેના કારણે કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખુદ સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યાં છે. 

ડરી રહ્યાં છે લોકો આ હોસ્પિટલથી
મુંબઈની સ્થિતિ પણ નાજુક છે. અહીંની હોસ્પિટલ પર લોકોને જવામાં પણ ડર લાગી રહ્યો છે. મુંબઈની  KEM હોસ્પિટલ ઘણા દિવસથી વિવાદમાં ઘેરાયેલી છે. હોસ્પિટલ ખરાબ સમાચાર માટે સતત ચર્ચામાં રહે છે. હાલ કેએમ હોસ્પિટલમાં 36 દિવસમાં થયેલા 460 મોતને કારણે ચર્ચામાં છે. હવે સ્થિતિ તેવી છે કે હોસ્પિટલમાં જવાથી દર્દીઓને ડર લાગી રહ્યો છે. હવે તેને તે વાતની શંકા છે કે આ હોસ્પિટલમાં જશું તો જીવતા પાછા આવશું કે નહીં. કેઈએમ હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસમાં 221 લોકોના મોત થયા જ્યારે 15 મેથી અત્યાર સુધીના આંકડા પર નજર કરીએ તો કુલ 460 લોકોના મોત થયા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news