દિલ્હીના અગ્નિકાંડ સ્થળે પહોંચ્યા CM કેજરીવાલ, મૃતકના પરિવારને 10 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય

મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું આર્થિક મદદ કરવામાં આવશે, સાથે તમામ ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. સીએમ કેજરીવાલે મીડિયાને જણાવ્યું હતું કે, આ ઘટનામાં જે પણ દોષિત હશે તેણે બક્ષવામાં આવશે નહીં, તેમના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.

દિલ્હીના અગ્નિકાંડ સ્થળે પહોંચ્યા CM કેજરીવાલ, મૃતકના પરિવારને 10 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય

Mundka Fire: દિલ્હીવાસીઓ માટે શુક્રવારનો દિવસ ખૂબ જ ભારે રહ્યો હતો. દિલ્હીના મુંડકા પાસે આવેલ મેટ્રો સ્ટેશનની પાસે એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 27 લોકોએ પોતાની જિંદગી ગુમાવી દીધી છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી અમૂક લોકોની હાલત ખુબ જ ખરાબ છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘટના સ્થળે પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટના અંગેની માહિતી મેળવી હતી.

મીડિયા સાથેની વાતચીતમાં કેજરીવાલે જણાવ્યું છે કે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું આર્થિક મદદ કરવામાં આવશે, સાથે તમામ ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. સીએમ કેજરીવાલે મીડિયાને જણાવ્યું હતું કે, આ ઘટનામાં જે પણ દોષિત હશે તેણે બક્ષવામાં આવશે નહીં, તેમના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે, આ ચાર માળની બિલ્ડિંગ છે. જેણો ઉપયોગ વ્યાવસાયિક રીતે કંપનીઓની ઓફિસ માટે કરવામાં આવતો હતો. દુર્ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરતા ફેક્ટરીના માલિકના બન્ને પુત્રોની ધરપકડ કરી લીધી છે. 

27 people were killed in the incident while 29 people are still missing pic.twitter.com/dgZqnqEWg4

— ANI (@ANI) May 14, 2022

મૃતકોમાં 25ની ઓળખ નથી થઈ: ડીસીપી
ડીસીપી સમીર શર્માએ જાણકારી આપતા જણાવ્યું છે કે અત્યાર સુધી 27 મોત થયા છે, જેમાંથી 2 લોકોની ઓળખ જ થઈ શકી છે. બાકી 25ની ઓળખ કરી શકાઈ નથી. આ ઘટનામાં કુલ 28 લોકો ઘાયલ થયા છે. તેના સિવાય કંપનીના માલિકની ધરપકડ કરી લેવામાં આવી છે, જોકે, બિલ્ડિંગના માલિક હજુ પણ ફરાર છે. NOCના સવાલ પર ડીસીપીએ જણાવ્યું હતું કે હાલ તપાસ ચાલી રહી છે. 

શું હતી સમગ્ર ઘટના?
તમને જણાવી દઈએ કે દિલ્હીના મુંડકા પાસે આવેલ મેટ્રો સ્ટેશનની બાજુ એક બિલ્ડિંગમાં શુક્રવારે 4.45 વાગે આગ લાગી હતી. જેમાં ઘાયલ થયેલા લોકોને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના માટે હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક તૈયાર કરવામાં આવ્યું છે. નાગરિક સુરક્ષા અધિકારી, એસપી તોમરનું કહેવું છે કે આ હેલ્પ ડેસ્ક તે લોકોની મદદ કરવા માટે છે જેણા પરિવારજનો હજુ પણ ગુમ કે ઘાયલ છે. જેથી તેમણે યોગ્ય જાણકારી મળી શકે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અમને આ ઘટનામાં હજુ 29 લોકો ગુમ થયાની ફરિયાદો મળી છે. અમે ફરિયાદકર્તાઓની જાણકારી હાંસિલ કરી રહ્યા છીએ અને ગુમ થયેલા લોકોની સાથે તેમનો સંબંધને જાણી રહ્યા છીએ. અમે ડીએમ વેસ્ટથી એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જેમાં અમને કોઈ જાણકારી મળે છે કે તેમણે તાત્કાલિક માહિતી આપવામાં આવશે. 

આ દુર્ઘટનામાં અત્યાર સુધી 27 લોકોના મૃતદેહો મળી આવ્યા છે અને ઘણા લોકો હજુ પણ ગુમ છે. તેના સિવાય, પોલીસે સમગ્ર મામલામાં ફરિયાદ આઈપીસી 304 (કાવતરાપૂર્વક હત્યા, હત્યાની શ્રેણીમાં નથી આવતી) 308 (કાવતરાપૂર્વક હત્યાની કોશિશ) 102 હેઠળ પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news