હચમચાવી નાખે તેવી ઘટના...350 રૂપિયા માટે ચાકૂથી ઉપરાછાપરી 60 ઘા, મોત બાદ ડેડબોડી પાસે ડાન્સ

Delhi Teenager Murder Case: માત્ર 350 રૂપિયા ચોરી કરવા માટે આ વ્યક્તિએ લગભગ 60 વખત માથા, ગળા અને કાન પર હુમલો કર્યો. જ્યારે તેને ખાતરી થઈ ગઈ કે હવે તે જીવિત નથી તો તેણે ડેડબોડી પાસે ડાન્સ પણ કર્યો. આ હચમચાવી નાખે તેવી ઘટના ઉત્તર પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારની છે.

હચમચાવી નાખે તેવી ઘટના...350 રૂપિયા માટે ચાકૂથી ઉપરાછાપરી 60 ઘા, મોત બાદ ડેડબોડી પાસે ડાન્સ

Delhi Teenager Murder Case: માત્ર 350 રૂપિયા ચોરી કરવા માટે આ વ્યક્તિએ લગભગ 60 વખત માથા, ગળા અને કાન પર હુમલો કર્યો. જ્યારે તેને ખાતરી થઈ ગઈ કે હવે તે જીવિત નથી તો તેણે ડેડબોડી પાસે ડાન્સ પણ કર્યો. આ હચમચાવી નાખે તેવી ઘટના ઉત્તર પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારની છે. આ હિચકારી ઘટનાથી વિસ્તારના લોકો હતપ્રત છે. વાત જાણે એમ છે કે 16 વર્ષા એક છોકરાએ તેની ઉંમરની આજુબાજુના એક છોકરાની ફક્ત 350 રૂપિયા માટે હેવાનિયત અને ક્રુરતા આચરીને હત્યા કરી નાખી. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. 

સીસીટીવી ફૂટેજથી ખુલ્યું રહસ્ય
દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ મંગળવારે સવારે સવા અગ્યાર વાગ્યાની આજુબાજુ આ ઘટના અંગે જાણકારી મળી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. સગીર હોવાના કારણે આરોપીના નામ અંગે  પોલીસે જાણકારી આપી નથી. પોલીસનું કહેવું છે કે આરોપી સ્કૂલ ડ્રોપ આઉટ છે. જે સમયે તેણે હત્યાને અંજામ આપ્યો ત્યારે તે દારૂના નશામાં હતો. આરોપી જાફરાબાદનો રહીશ છે. પોલીસનું કહેવું છે કે ધરપકડ બાદ આરોપીની સતત પૂછપરછ ચાલુ છે. આ સાથે જ એ પણ ભાળ મેળવવાની કોશિશ થઈ રહી છે કે તેનો પહેલા કોઈ અપરાધિક રેકોર્ડ છે કે નહીં. 

दिल्ली के वेलकम इलाके में 21 नवंबर की रात 17 वर्षीय यूसुफ की हत्या कर दी गई। हत्यारोपी भी नाबालिग है। इसने बिरयानी के लिए 350 रुपए मांगे। यूसुफ ने मना किया तो चाकू से गोदा। #Delhi pic.twitter.com/pFKRZez8eu

— Sachin Gupta (@SachinGuptaUP) November 23, 2023

લૂટવાની કોશિશમાં હત્યા
પોલીસના જણાવ્યાં મુજબ આરોપીએ પહેલા પીડિતને લૂંટવાની કોશિશ કરી. જ્યારે પીડિતે પૈસા આપવાની ના પાડી દીધી તો તેણે લડાઈ કરી અને પછી ગળું ઘોંટી દીધુ તથા ચાકૂથી લગભગ 60 વખત હુમલો કર્યો. પીડિત છોકરાને સ્થાનિક લોકો જીટીબી હોસ્પિટલ લઈ ગયા પરંતુ તેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો. સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની ધરપકડ કરવામાં મદદ મળી. નોર્થ ઈસ્ટના ડીસીપી જોય તિર્કીએ જણાવ્યું કે આરોપી અને પીડિત બંને એક બીજાને પહેલેથી જાણતા નહતા. બંને જનતા મજદૂર કોલોનીમાં રહેતા હતા અને આ રીતે દેખાદેખી હતી. જ્યારે પીડિતે 350 રૂપિયા આપવાની ના પાડી દીધી તો આરોપીએ દર્દનાક રીતે તેને મારી નાખ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news