#MahaExitPollOnZee: બધા EXIT POLLના આંકડા એક જ વાત કહે છે, ફરી બનશે કેજરીવાલની સરકાર

દિલ્દી વિધાનસભા ચૂંટણી બાદ એક્ઝિટ પોલના આંકડા આવવાની શરૂઆત થઈ ગઈ છે. સૌથી પહેલા TIMES NOWએ આંકડા જાહેર કર્યા છે. જેના મુજબ, સતત બીજી વાર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. આ આંકડા અનુસાર, AAP ને 70 સીટમાંથી 44 સીટ મળવાની આશા છે. તો 26 સીટ પર જીતની સાથે બીજેપી હરણફાળ કૂદકો લગાવી શકે છે. પરંતુ બહુમતના આંકડા માટે જરૂરી 36 સીટના આંકડાથી દૂર રહી જશે. જોકે, એક્ઝિટ પોલમાં કોંગ્રેસનું એક પણ ખાતુ ન ખૂલવાની વાત કહેવામાં આવી છે. એક રીતે, TIMES NOWના અનુસાર, બીજેપી ટક્કર આપતી નજર તો આવી રહી છે, પરંતુ સત્તા તો કેજરીવાલની પાસે જ રહેશે. 

#MahaExitPollOnZee: બધા EXIT POLLના આંકડા એક જ વાત કહે છે, ફરી બનશે કેજરીવાલની સરકાર

ઝી મીડિયા/બ્યૂરો :દિલ્દી વિધાનસભા ચૂંટણી બાદ એક્ઝિટ પોલના આંકડા આવવાની શરૂઆત થઈ ગઈ છે. સૌથી પહેલા TIMES NOWએ આંકડા જાહેર કર્યા છે. જેના મુજબ, સતત બીજી વાર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. આ આંકડા અનુસાર, AAP ને 70 સીટમાંથી 44 સીટ મળવાની આશા છે. તો 26 સીટ પર જીતની સાથે બીજેપી હરણફાળ કૂદકો લગાવી શકે છે. પરંતુ બહુમતના આંકડા માટે જરૂરી 36 સીટના આંકડાથી દૂર રહી જશે. જોકે, એક્ઝિટ પોલમાં કોંગ્રેસનું એક પણ ખાતુ ન ખૂલવાની વાત કહેવામાં આવી છે. એક રીતે, TIMES NOWના અનુસાર, બીજેપી ટક્કર આપતી નજર તો આવી રહી છે, પરંતુ સત્તા તો કેજરીવાલની પાસે જ રહેશે. અત્યાર સુધી કુલ મળીને પાંચ એક્ઝિટ પોલનું પરિણામ આવી ગયું છે. જેના મુજબ ફરીથી એકવાર અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીની સરકાર બનતી દેખાઈ રહી છે. 

EXIT POLL
એક્ઝિટ પોલ            આપ-બીજેપી-કોંગ્રેસ
TIMES NOW-આઈપીએસઓએસ     44, 26, 0
ઈન્ડિયા ન્યૂઝ-નેતા                        53-57, 11-17, 0-2
ટીવી-9 ભારત વર્ષ, સિરેસો             44, 26, 0
Republic-Jan Ki BAAT              48-61, 9-21, 0-1
NEWS X - પોલ સ્ટાર              50-56, 10-14, 0

જોકે, Republic-Jan ki Baat માં AAP ને 48-61 સીટ મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. 

  • Republic-Jan Ki BAAT

પાર્ટી         સંભવિત સીટ
આપ                 48-61
બીજેપી               9-21
કોંગ્રેસ               0-1

 

  • NEWS X

પાર્ટી         સંભવિત સીટ
આપ                50-56
બીજેપી               10-14
કોંગ્રેસ               0

દિલ્હીમાં શું 20 વર્ષ બાદ બીજેપી (BJP) ની સત્તામાં વાપસી થશે કે પછી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) નો જાદુ યથાવત રહેશે. ગત ઈલેક્શનમાં વિધાનસભાની 70માંથી 67 સીટ જીતીને અરવિંદ કેજરીવાલે ઈતિહાસ રચી દીધો હતો. જોકે, બીજેપી તરફથી અમિત શાહે આ વખતે પાર્ટીને ઓછામાં ઓછી 45 સીટ જીતવાનો દાવો કર્યો છે. આ વખતે તમામ પક્ષોએ જે અંદાજમાં દિલ્હી વિધાનસભા ઈલેક્શન માટે પ્રચાર કર્યો છે, તેને ધ્યાનમાં રાખીને કોઈ અંદાજ લગાવવો મુશ્કેલ છે કે કોણ જીતશે. આ સાથે જ 11 ફેબ્રુઆરીના રોજ ઈલેક્શનના પરિણામનું પણ રાહ જોવા માંગતા નથી. તેથી ઈલેક્શન બાદ સૌથી સટિક એક્ઝિટ પોલ (EXIT POLL) ની દરેક કોઈ રાહ જોઈ રહ્યું છે. જેથી આજે સાંજે 5 વાગ્યે તમે ZEE NEWS  સાથે જોડાયેલ મહા EXIT POLL ના માધ્યમથી સૌથી સટિક પરિમાણો વિશે અનુમાન લગાવી શકો છો. ZEE NEWS પર એકસાથે તમામ EXIT POLL જોઈ શકશો. દિલ્હીની દરેક એક સીટથી હિસાબ જાણી શકશો. એક-એક વોટનું વિશ્લેષણ સમજી શકશો. ZEE NEWS પર EXIT POLL ના પરિણામની સાથે જ #MahaExitPollonZEE પર પણ ટ્વિટ કરી શકો છો. આ વખતે દિલ્હીનું દંગલ બહુ જ તીખા તેવર સાથે લડવામાં આવ્યું છે. ‘ગોળી મારો...બિરયાની’થી લઈને હનુમાન ચાલીસા સુધીના નારા ગુંજે છે. શાહીનબાગથી લઈને વિકાસ, રાષ્ટ્રવાદ, દેશ હિતના મુદ્દા પર ઈલેક્શન લડવામાં આવ્યું છે. 

BJPની જીતથી શું થશે

  • 21 વર્ષ બાદ સત્તામાં બીજેપીની વાપસી
  • નાગરિકતા કાયદા પર જનતાની મહોર લાગશે
  • શાહીન બાગમાં રસ્તા પરથી પ્રદર્શનના તંબુ હટશે
  • રાષ્ટ્રવાદ અને વિકાસના મુદ્દાઓ પર સમજૌતા નહિ
  • મફતની રાજનીતિ જનતાને સ્વીકાર નથી
  • કેન્દ્ર સરકારની યોજનાઓ દિલ્હીમાં લાગુ થશે
  • સીલિંગ રોકવામાં કાયદામાં જરૂરી બદલાવ થશે

શું AAP બચાવી શકશે પોતાના વોટ શેર
દિલ્હીની સત્તારુઢ આમ આદમી પાર્ટીનો વોટ શેર 54.34 ટકા વોટની સાથે 2015ની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ સંકોચાઈ રહ્યો છે. જેને પગલે આ વખતે 2020નું ઈલેક્શન અરવિંદ કેજરીવાલની નેતૃત્વવાળી આપ પાર્ટી માટે વધુ મહત્વનું સાબિત થયું છે. આમ આદમી પાર્ટીએ વર્ષ 2012માં પોતાના ગઠન બાદ દિલ્હીની રાજકીય તસવીરને બદલી દીધી હતી. આ પહેલા સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં ઈલેક્શન માત્ર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે જ થતા રહ્યા હતા. તો 2013માં વિધાનસભા ઈલેક્શન પૂરી રીતે આમ આદમી પાર્ટીના પક્ષમાં ગયું હતું. 

2013માં થયેલા વિધાનસભા ઈલેક્શનમાં કોંગ્રેસને 24.55 ટકા વોટ, ભાજપને 33.07 ટકા વોટ અને આપને 24.49 ટકા વોટ મળ્યા હતા. તેના બાદ આપ અને કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં સરકાર બનાવી હતી, જે માત્ર 49 દિવસ સુધી ચાલી હતી. વર્ષ 2015માં પુન મતદાનમાં 70 વિધાનસભા સીટમાંથી આપે 67 સીટ પર એકતરફી જીત મેળવી હતી. બાકીની ત્રણ સીટ પર ભાજપ અને કોંગ્રેસ પોતાના ખાતા પણ ખોલી શકી ન હતી. આપનો વોટ શેર વધીને 54.34 ટકા થઈ ગયો. ભાજપનો વેટ શેર 32.19 ટકાની આસપાસ રહ્યો, જ્યારે કે કોંગ્રેસનો વોટ શેર ઘટીને 9.65 ટકા પર પહોંચ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news