દિલ્હી ચૂંટણીમાં પીએમ મોદીની થશે એન્ટ્રી, 3 ફેબ્રુઆરીએ કરશે ચૂંટણી રેલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ ફેબ્રુઆરીએ દિલ્હીના કડકડડૂમામાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ પીએમ મોદીની આ પ્રથમ ચૂંટણી સભા છે. 
 

દિલ્હી ચૂંટણીમાં પીએમ મોદીની થશે એન્ટ્રી, 3 ફેબ્રુઆરીએ કરશે ચૂંટણી રેલી

દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાની બધી તાકાત લગાવી રહી છે. કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એન્ટ્રી થવા જઈ રહી છે. પીએમ મોદી ત્રણ ફેબ્રુઆરીએ દિલ્હીના કડકડડૂમામાં સીબીડી ગ્રાઉન્ડમાં ચૂંટણી રેલી કરશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ દિલ્હીમાં પીએમ મોદીની આ પ્રથમ ચૂંટણી સભા છે. 

દિલ્હીમાં તમામ 70 વિધાનસભાની સીટો પર ચૂંટણી થઈ રહી છે. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થશે. ત્યારબાદ 11 ફેબ્રુઆરીએ મતગણના થશે અને ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સામે પોતાની સત્તા બચાવવાનો પડકાર છે, તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવવા માટે મહેનત કરી રહ્યાં છે. 

તો વડાપ્રધાન મોદીની રેલી બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ દિલ્હીમાં ચૂંટણી સભા સંબોધશે. રાહુલ ગાંધી 4 અને 6 ફેબ્રુઆરીએ દિલ્હીમાં બે રેલીઓ કરી ચૂંટણી અભિયાનને ધાર આપવાનું કારમ કરશે. રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાનો કાર્યક્રમ હજુ નક્કી નથી. 

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી ત્યારે થઈ રહી છે, જ્યારે શાહીન બાગમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. દિલ્હીની ચૂંટણીમાં શાહીન બાગ ચર્ચાનો મુદ્દો બનેલો છે. ભારતીય જનતા પાર્ટી શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઈને આમ આદમી પાર્ટી પર સતત નિશાન સાધી રહી છે. ગુરૂવારે જામિયા અને શનિવારે શાહીન બાગમાં થયેલા ફાયરિંગને લઈને પણ વિપક્ષી દળો ભાજપ પર હુમલો કરી રહ્યાં છે. વિપક્ષી પાર્ટીઓ આ ફાયરિંગ માટે ભાજપને જવાબદાર ઠેરવી રહી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news