Delhi airport: દુનિયાનું બીજુ સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું દિલ્હી હવાઈ મથક, દુબઈને પાછળ છોડ્યું

Delhi airport: ઓએજીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું- અટલાન્ટા પ્રથમ સ્થાને યથાવત છે, દુબઈ આ મહિને (માર્ચમાં) દિલ્હીથી પાછળ રહી ગયું છે જે પાછલા મહિને (ફેબ્રુઆરીમાં) ત્રીજા સ્થાને હતું. 

Delhi airport: દુનિયાનું બીજુ સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું દિલ્હી હવાઈ મથક, દુબઈને પાછળ છોડ્યું

નવી દિલ્હીઃ દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે દુનિયાનું બીજુ સૌથી વ્યસ્ત હવાઈ મથક બની ગયું છે. વૈશ્વિક યાત્રા સંબંધી આંકડા ઉપલબ્ધ કરાવનારી સંસ્થા ઓફિશિયલ એરલાઇન ગાઇડે પોતાના વર્તમાન રિપોર્ટમાં કહ્યું કે ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ઉડાનોના મામલામાં દિલ્હી એરપોર્ટ માર્ચમાં દુનિયાનું બીજુ સૌથી વ્યસ્ત એરપોર્ટ હતું. 

દિલ્હીએ દુબઈને પછાડ્યું
ઓએજીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું- અટલાન્ટા પ્રથમ સ્થાને યથાવત છે, દુબઈ આ મહિને (માર્ચમાં) દિલ્હીથી પાછળ રહી ગયું છે જે પાછલા મહિને (ફેબ્રુઆરીમાં) ત્રીજા સ્થાને હતું. દિલ્હી એરપોર્ટ કોરોના મહામારી પહેલા માર્ચ 2019માં 23માં સ્થાને હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આ વર્ષે માર્ચમાં અમેરિકાનું અટલાન્ટા, ભારતના દિલ્હી અને સંયુક્ત અરબ અમીરાતના દુબઈ એરપોર્ટ પર ક્રમશઃ 44.2 લાખ યાત્રી, 36.1 લાખ અને 35.5 લાખ યાત્રી આવ્યા. 

દિલ્હી એરપોર્ટ ઈન્ટરનેશનલ લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી વિદેહ કુમાર જયપુરિયારે એક નિવેદનમાં કહ્યુ- કોવિડ-19 મહામારીએ દુનિયાને પ્રભાવિત કરી હતી. યાત્રા પ્રતિબંધોએ સતત બે વર્ષ સુધી યાત્રા અને પર્યટન ક્ષેત્રો પર પ્રતિકૂળ પ્રભાવ પાડ્યો હતો. 

કોરોના બાદ બોર્ડર ખોલવાની અસર
તેમણે કહ્યું, પરંતુ હવે દુનિયાભરમાં વેક્સીન લઈ ચુકેલા લોકોની સંખ્યામાં વૃદ્ધિની સાથે સરકારે યાત્રા પ્રતિબંધોમાં ઢીલ આપી છે અને ધીમે-ધીમે સરહદો ખુલી રહી છે. તેમણે કહ્યું- ભારતે પાછલા મહિને પોતાની સરહદો ખોલી દીધી હતી અને વેક્સીનેશન કરાવી ચુકેલા આંતરરાષ્ટ્રીય યાત્રીકોને દેશમાં એન્ટ્રી કરવાની મંજૂરી આપી દીધી છે. 

વિદેહ કુમારે કહ્યુ કે, આ પગલાથી યાત્રા અને પર્યટન ઉદ્યોગને ખુબ મદદ મળી છે અને હવાઈ યાત્રામાં વધારો થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news