ફેશન ડિઝાઇનર 22 વર્ષની યુવતીએ દુબળાશથી કંટાળીને કરી લીધી આત્મહત્યા

પરિવારનાં લોકોનું કહેવું છેકે તે પોતાની કૃષકાય શરીરથી ખુબ જ પરેશાન રહેતી હતી, પાતળી હોવાનાં કારણે કોમ્પલેક્સમાં જીવી રહી હતી

ફેશન ડિઝાઇનર 22 વર્ષની યુવતીએ દુબળાશથી કંટાળીને કરી લીધી આત્મહત્યા

નવી દિલ્હી : પૂર્વી દિલ્હીમાં મંડાવલી વિસ્તારમાં એક યુવતીની આત્મહત્યાનો મુદ્દો સામે આવ્યો છે. મંડાવલી વિસ્તારમાં 22 વર્ષની એક યુવતીએ પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી. મરનારી યુવતીનું નામ પ્રિયંકા છે. પોલીસે પ્રિયંકા પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જે તેની ભાવનાને સ્પષ્ટ કરે છે. સુસાઇડ નોટમાં તેણે લખ્યું છે"She was the bird with no wings, She wanted to fly but she had to die, Never lose the faith in God in jesus he exist.  પરંતુ હું જે કાંઇ પણ કરી રહી છું તેમાં મારી જ ખુશી છે. હું ઘણુ બધુ કરવા માંગતી હતી. જો કે આ શરીર દરેક સ્થળ પર મારી ઇંસલ્ટ કરે છે. પિંજરામાં બંધ થઇ ગઇ હતી આ બોડીમાં, બંધાઇ ગઇ હતી આ બોડીમાં, બંધ થઇ ગઇ હતી આ બોડીમાં.  વધારે કંઇ નથી કહેવા માંગતી. આઝાદી મળી ગઇ તેમણે તે સમજી લેવું જોઇએ. 

પ્રિયંકા નોએડામાં જોબ કરતી હતી. તેઓ ફેશન ડિઝાઇનર બનવા માંગતી હતી. જો કે તેમણે આ વાતનો પણ ડર સતાવતો હતો કે પાછળ ના રહી જાય. એટલા માટે ડિપ્રેશનમાં પણ રહેતી હતી. પરિવારનાં લોકોનું કહેવું છે કે તેઓ પોતાનાં કૃશ શરીરથી ખુબ જ પરેશાન રહેતી હતી. પાતળી હોવાનાં કારણે કે ઘણીવાર કોમ્પલેક્સમાં રહેતી હતી. ઘણી વાર લોકો તેની મજાક પણ ઉડાવતા હતા. આ વાતથી પરેશાન થઇને તેણે આત્મહત્યા કરી લીધી. 

સુસાઇડ નોટમાં તેણે લખ્યું પણ છે કે તેનું શરીર તેનું સાથ નથી આપતી. પરિવારનું તેમ પણ કહેવું છે કે તેઓ યૂટ્યૂબ પર એકાંત કઇ રીતે દુર કરવામાં આવે અને શરીર કઇ રીતે વધારવું વગેરેના વીડિયો જોયા કરતી હતી. હવે આ મુદ્દે દિલ્હી પોલીસનું કહેવું છે કે સુસાઇડ નોટની તપાસ ચાલી રહ છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં આમ તો કોઇ ફોયલ પ્લે જોવા નથી મળી રહ્યું. સુસાઇડ નોટને હેંડરાઇટિંગ એક્સપર્ટની પાસે મોકલવામાં આવશે. પ્રિયંકાનાં નજીકના લોકોની પુછપરછ કરી તેમના બિહેવિયર અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news