ડિયર જિંદગી : આપણો કિલ્લો
આપણા ચેતન, અવચેતન મન પર હિંસાના ડાઘ ઊંડા થતા જઈ રહ્યા છે. આપણે હિંસાથી ભરપૂર થતા જઈ રહ્યા છે. આપણો ગુસ્સો અને હિંસાથી ભરપૂર થવું વૃક્ષના મૂળ કપાઈ જવા જેવું છે. જેમ વૃક્ષના મૂળ કપાયાનો અહેસાસ નથી થતો, તેમ જ હિંસાનો કીડો ક્યારે મનમાંથી પ્રેમ, સદભાવ, સંવેદનાને દૂર કરી દે છે તે માલૂમ પડતું નથી.
Trending Photos
એક સાધુ હતા, તેમના જવાબ બહુ જ અટપટા, પરંતુ મજેદાર અને જીવનની દ્રષ્ટિથી ભરપૂર હતા. એકવાર તેમની પાસે કેટલાક લોકો આવ્યા, અને તેમને પૂછ્યું કે જો તમારા ઉપર કોઈ હુમલો કરી દે તો શું કરશો. અહી તમે જંગલમાં એકલા રહો છો. તમારી સાથે બીજું કોઈ હોતુ નથી. સાધુએ કહ્યુ કે, ચિંતાની કોઈ વાત નથી. મારી પાસે એક સુરક્ષિત કિલ્લો છે. હુમલો થતા જ હું તેમા જતો રહીશ. ડરવાની જરૂર નથી.
તેમની વાતો બીજા સાધુ પણ સાંભળી રહ્યા હતા. જે હંમેશા તેમની સાથે અસહમત રહેતા હતા. રાત થતા જ આ બધાએ સાધુને ઘેરી લીધું અને બોલ્યા કે, અમને પણ જણાવો કે કિલ્લો ક્યાં છે. અમને તો ક્યાંય દેખાતો નથી. સાધુ હસતા હસતા બોલ્યા, અમે તમે લોકો તો પાસે જ રહો છો, ક્યારેય પૂછયું નહિ તો જણાવ્યું નહિ. તેના બાદ તેઓ દિલ પર હાથ રાખતા બોલ્યા કે, આ જ મારો કિલ્લો છે. મારું હૃદય. શરીર તો નષ્ટ કરી શકાય છે, પંરતુ અંદર જે હૃદય છે, તેને રસ્તા દ્વારા જવું જ મારું કવચ છે. ત્યાં સુધી કોઈ પહોંચી શક્તુ નથી.
ડિયર જિંદગી : પિતાનો પત્ર
આ કહીને સાધુ મહારાજ જોરજોરથી હસવા લાગ્યા. તેમનું હાસ્ય જંગલમાં દૂર સુધી ગુંજતુ રહ્યું. સવાલ પૂછનારા કંઈક સમજ્યા વગર ત્યાંથી ધીરે ધીરે છટકવા લાગ્યા.
આજે પણ આપણે મૂળ સવાલથી દૂર રહીએ છીએ. આપણી અંદર ઊંડાણથી પ્રવેશ કરવા, રસ્તો શોધવાને બદલે આપણે એવી બાબતોમાં ગૂંચવાયેલા રહીએ છીએ, જેનો મૂળ સાથે કોઈ સંબંધ નથી. આપણે તો બસ તેમાં ગૂંથાયેલા રહીએ છીએ. આપણે અંદરની ચિંતા છોડી દીધી છે.
આપણી અંદર હિંસા દરેક જગ્યાએ ઠુસવામાં આવી રહી છે. ટીવી આપણને ગુસ્સૈલ બનાવવાની પ્રોસેસમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આપણા નેતા, વિરાટ કોહલી જેવો યુવા નાયક નેશનલ ટેલિવીઝન પર ગાળો આપતા ગુસ્સો કરી રહેલા દેખાય છે. આપણે કેવી દુનિયા બનાવતા જઈ રહ્યા છીએ. જરાક જેવી વાતો પર આપણે મારવા પર ઉતરી આવીએ છીએ.
ડિયર જિંદગી: અટકેલી આત્મહત્યાનો કિસ્સો!
આપણા ચેતન, અવચેતન મન પર હિંસાના ડાઘ ઊંડા થતા જઈ રહ્યા છે. આપણે હિંસાથી ભરપૂર થતા જઈ રહ્યા છે. આપણો ગુસ્સો અને હિંસાથી ભરપૂર થવું વૃક્ષના મૂળ કપાઈ જવા જેવું છે. જેમ વૃક્ષના મૂળ કપાયાનો અહેસાસ નથી થતો, તેમ જ હિંસાનો કીડો ક્યારે મનમાંથી પ્રેમ, સદભાવ, સંવેદનાને દૂર કરી દે છે તે માલૂમ પડતું નથી.
આપણી આસપાસ જે પણ કંઈક ઘટી રહ્યું છે, તે તેજીથી ઘટી રહ્યું છે. તેના પર સજાગ દ્રષ્ટિ રાખવી બહુ જ જરૂરી છે. આપણે હંમેશા એ ચીજોથી સહમત નથી થતા, જેને ધ્યાન બહાર કરતા જઈએ છીએ. આપણે તેને આપણાથી બહુ દૂર હોવાનું માનીએ છીએ. જ્યારે કે હકીકત કંઈક અલગ જ હોય છે.
આ બાબતને પગલે ધીરે દીરે આપણો કિલ્લો નબળો પડતો જાય છે. આપણા નિર્ણય લેવાની ક્ષમતા, ચીજોને અનુભવવાની શક્તિ ઓછી થતી જાય છે. આપણે બધી બાબતો માટે બીજા પર નિર્ભર થતા રહે છે.
બધુ જ કરો. સુખ-ચેનના તમામ સાધન એકઠા કરો. પરંતુ આ બધુ કરતા એટલી ચિંતા કરો કે, આપણાી અંદર શુ ભરાતુ જઈ રહ્યું છે. આપણે બહારની ચીજોના વિચારમા એટલા ડૂબેલા હોઈએ છીએ કે, અંદર ખોખલાપણુ વધતુ જાય છે. તો એ સાધુના હાસ્યને ચેતવણી સમજીને પોતાના કિલ્લાને મજબૂત બનાવીએ.
તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી
ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com
સરનામું :
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4,
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી)
(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો :
(https://www.facebook.com/dayashankar.mishra.54)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે