Covid-19 Vaccine: વધુ એક રસીને ટ્રાયલની મંજૂરી, હવે રેસમાં ત્રણ સ્વદેશી વેક્સિન
ભારતમાં કોરોના વાયરસ વેક્સિન (Coronavirus vaccine)ને લઈને આશા વધી ગઈ છે. હવે ત્રણ સ્વદેશી વેક્સિન ટ્રાયલના તબક્કામાં છે. આ સપ્તાહે ડ્રગ કંટ્રોલર જરનલ ઓફ ઈન્ડિયાએ Gennova Vaccine ને ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને કોવિડ વેક્સિનની આપાત મંજૂરી અને તેના વિતરણની તૈયારી વિશે મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી જાણકારી આપી હતી. ડો. વીકે પોલે કહ્યુ કે, આ સપ્તાહે ડ્ર્ગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DRI)એ ભારતમાં વધુ એક કંપનીને રસીની ક્લીનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી છે. જેનોઆ કંપનીએ ભારત સરકારના અનુસંધાન એજન્સી ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજીની મદદથી એક વેક્સિન વિકતિત કરી છે. તેમાં ઉપયોગ થનારી ટેકનીક ફાઇઝર વેક્સિન જેવી છે. આ સમયે દેશમાં કુલ છ વેક્સિન ક્લીનિકલ ટ્રાયલના સ્ટેજમાં છે.
સામાન્ય ફ્રિઝમાં વેક્સિનનો થઈ શકશે પ્રયોગ
ડો. પોલે કહ્યુ કે, ફાઇઝર વેક્સિન કે કેટલીક અન્યના વિપરીત આ વેક્સિન જો અસ્તિત્વમાં આવે છે તો તે એક સામાન્ય ફ્રિઝમાં સામાન્ય કોલ્ડ ચેન સ્થિતિમાં બનાવી રાખવામાં યોગ્ય હશે. આ સમયે છ રસી દેશમાં ક્લિનીકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહી છે. ડો. વીકે પોલે કહ્યુ કે, અમને તે જાણીને ખુશી છે કે દિલ્હીએ કોરોનાના મામલામાં પ્રગતિ કરી છે. અમે દિલ્હી સરકારની સાથે-સાથે અન્ય સરકારોને પણ શુભેચ્છા આપીએ છીએ કે, જેણે હાલના દિવસોમાં કોરોના સંક્રમણ રોકવા યોગદાન આપવા સારૂ કામ કર્યું છે. ઘણા એવા રાજ્ય છે, જ્યાં અમને હજુ ચિંતા છે. અમે ઉત્તરાખંડ, નાગાલેન્ડ અને હિમાચલ પ્રદેશની સરકાર અને નાગરિકોને વિનંતી કરીએ છીએ કે સ્થિતિને નિયંત્રણમાં લાવવા દરેક સંભવ પ્રયાસ કરવામાં આવે.
આ પણ વાંચોઃ Corona vaccination: દેશમાં કોરોના રસીકરણ માટે કેવી છે તૈયારીઓ, સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ
રસીકરણ બાદ થઈ શકે છે પ્રતિકૂળ પ્રભાવ
તો સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, દેશમાં કોરોના માટે રસીકરણ બાદ પ્રતિકૂળ ઘટનાઓ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. જ્યારે આપણે એક યૂનિવર્સલ રસીકરણ કાર્યક્રમ કરીએ તો બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં રસીકરણ બાદ કેટલોક પ્રતિકૂળ પ્રભાવ જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે, જ્યારે કોરોના રસીકરણ શરૂ થશે તો અમે કોઈ પ્રતિકૂળ ઘટનાની સંભાવનાનો ઇનકાર ન કરી શકીએ. જે દેશોમાં રસીકરણ પહેલા શરૂ થઈ ચુક્યું છે કે વિશેષ રૂપથી બ્રિટનમાં પ્રતિદિન ઘટનાઓ થઈ. તેથી તે જરૂરી છે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ તે માટે તૈયારી કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે