CBSE EXAM 2019: 10th-12thની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર, જોવા માટે ક્લિક કરો

બોર્ડની પરીક્ષા સવારે 10:30 થી બપોર 1:30 સુધીના સમયમાં યોજાશે. ત્યારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પરીક્ષાના અડધા કલાક પહેલાથી જ આન્સર સીટ આપી દેવામાં આવશે. જ્યારે પ્રશ્ન પત્ર 10:15 વાગ્યાના સમય પર આપવામાં આવશે.

CBSE EXAM 2019: 10th-12thની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર, જોવા માટે ક્લિક કરો

નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)ના 10th અને 12th બોર્ડ પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરી છે. 10th ક્લાસની પરીક્ષાઓ 21 ફેબ્રુઆરીથી શરૂ થઇને 29 માર્ચ સુધી ચાલુ રહેશે. જ્યારે 12th બોર્ડના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 3 એપ્રિલ સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

સીબીએસઈના જણાવ્યા અનુસરા, આ વખતે પરીક્ષાના ટાઇમટેબલ કોઇ પણ પ્રકારનો બદલાવ કરવામાં આવશે નહીં. તે જાણીતું છે કે ગત વર્ષે 12th બોર્ડની ફિઝિક્સના પેપરના દિવસે જેઈઇ મેન્સનું પેપરનું હતું. જેના કારણે ફિઝિક્સના પેપરની તારીખ આગળ વધારવી પડી હતી. બોર્ડની પરીક્ષા સવારે 10:30 થી બપોર 1:30 સુધીના સમયમાં યોજાશે. ત્યારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પરીક્ષાના અડધા કલાક પહેલાથી જ આન્સર સીટ આપી દેવામાં આવશે. જ્યારે પ્રશ્ન પત્ર 10:15 વાગ્યાના સમય પર આપવામાં આવશે.

7 માર્ચે હશે ગણિતનું પેપર
12th ક્લાસનું પહેલું પેપર હિન્દી અને સંગીત વિષયનું હશે. 21 ફેબ્રુઆરીથી વૈકલ્પિક વિષયોની પરીક્ષાઓ શરૂ થશે. ત્યારે, કોર સબ્જેક્ટ્સના પેપર્સ 7 માર્ચથી શરૂ થશે. આ દિવસે પહેલું પેપર ગણિતનું હશે. ત્યાર બાદ 13 માર્ચે વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષા હશે.

ટાઇમટેબલમાં રાખ્યું ખાસ આ ધ્યાન 
આ વખતે ટાઇમટેબલ તૈયાર કરતા સમયે જેઇઇ અને દિલ્હી યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને એક પછી એક બીજી પરીક્ષાની તૈયારી કરવા માટે યોગ્ય સમય મળી રહે. સીબીએસઇથી મળેલી જાણકારી અનુસાર 12th અને 10th ધોરણની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ જૂનના પહેલા અઠવાડીયામાં જાહેર કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news