'દંગલ ગર્લ' બબીતા ફોગટની કેરિયરમાં આવી શકે છે યૂ ટર્ન, પોલીસમાંથી આપ્યું રાજીનામું

દિગ્ગજ મહિલા પહેલવાન બબીતા ફોગટે હરિયાણા પોલીસ ઈન્સ્પેક્ટર પદેથી રાજીનામું આપ્યું જેનો સ્વીકાર કરી લેવાયો છે. કહેવાય છે કે બબીતા ફોગટ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ટિકિટ પર દાદરી કે બાઢડા બેઠકથી વિધાનસભા ચૂંટણી લડી શકે છે. થોડા દિવસ પહેલા જ બબીતાએ પિતા મહાવીર ફોગટ સાથે કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજૂની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. 

'દંગલ ગર્લ' બબીતા ફોગટની કેરિયરમાં આવી શકે છે યૂ ટર્ન, પોલીસમાંથી આપ્યું રાજીનામું

નવી દિલ્હી/ચંડીગઢ: દિગ્ગજ મહિલા પહેલવાન બબીતા ફોગટે હરિયાણા પોલીસ ઈન્સ્પેક્ટર પદેથી રાજીનામું આપ્યું જેનો સ્વીકાર કરી લેવાયો છે. કહેવાય છે કે બબીતા ફોગટ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ટિકિટ પર દાદરી કે બાઢડા બેઠકથી વિધાનસભા ચૂંટણી લડી શકે છે. થોડા દિવસ પહેલા જ બબીતાએ પિતા મહાવીર ફોગટ સાથે કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજૂની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. 

ગત માસે જ ઈન્ટરનેશનલ રેસલર બબીતા ફોગટે ટ્વીટર પર લખ્યું હતું કે આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને રાજાકારણમાં નવી શરૂઆત કરવા જઈ રહી છું. તમને બધાને પણ આહ્વાન કરું છું કે તમે પણ ભાજપ સાથે જોડાઈને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના હાથ મજબુત કરો. 

પાર્ટીના સૂત્રોના જણાવ્યાં મુજબ બબીતા દાદરી કે બાઢડાથી ટિકિટનો દાવો કરી રહી છે. આ બાજુ ભાજપ દાદરીથી બિન જાટને ટિકિટ આપવાનું મન બનાવી રહ્યો છે. બબીતા અગાઉ દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટી (JJP) માટે પ્રચાર કરી ચૂકી છે. આ બાજુ મહાવીર ફોગટ જેજેપીથી ખેલ વિંગના પ્રદેશાધ્યક્ષ રહી ચૂક્યા છે. 

અત્રે જણાવવાનું કે 8 ઓગસ્ટના રોજ બબીતા ફોગટે પોતાના પદેથી રાજીનામું આપી દીધુ હતું. જે 10 સપ્ટેમ્બરના રોજ મંજૂર થઈ ગયું. 

વર્ષના અંતમાં ચૂંટણી
હરિયાણામાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને સત્તાધારી ભાજપ પોતાના મૂળિયા મજબુત કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. ભાજપે હરિયાણા માટે નરેન્દ્ર સિંહ તોમરને ચૂંટણી પ્રભારી બનાવ્યાં છે. ભૂપેન્દ્ર સિંહને સહ પ્રભારી બનાવવામાં આવ્યાં છે. પાર્ટીએ આ વખતે 90માંથી 75 પ્લસનો નારો આપ્યો છે. 

2014ની વિધાનસભા ચૂંટણી પરિણામ
નોંધનીય છે કે હરિયાણાની 2014ની વિધાનસભા ચૂંટણી પરિણામમાં ભાજપને 47, ઈન્ડિયન નેશનલ લોકદળને 19 અને કોંગ્રેસને 15 બેઠકો મળી હતી. પરંતુ હરિયાણા જનહિત કોંગ્રેસનો કોંગ્રેસમાં વિલય થતા કુલદીપ બિશ્નોઈ અને રેણુકા બિશ્નોઈ કોંગ્રેસ ધારાસભ્ય બની ગયાં. તેમની સંખ્યા 17 થઈ હતી. ભાજપે બીજી પાર્ટીઓના 14 ધારાસભ્યોને પોતાના પક્ષમાં કરી લીધા છે. સૌથી વધુ નુકસાન ઈનેલોને થયું છે. તેમની પાસે માત્ર સાત ધારાસભ્યો બચ્યા છે. 

જુઓ LIVE TV

બીએસપી-જેજેપીએ કર્યું ગઠબંધન
દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટી (જેજેપી) અને  બહુજન સમાજ પાર્ટી (બસપા) આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી મળીને લડશે. જેજેપી 50 અને બસપા 40 બેઠકો પર ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણીમાં જેજેપીએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. પરંતુ પાર્ટીને એક પણ સીટ મળી નહતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news