Cyclone Tej: અરબી સમુદ્રમાં આવી રહેલા 'તેજ' વાવાઝોડાથી ગુજરાતમાં કેટલો ખતરો? હવામાન વિભાગે આપી મોટી માહિતી

Cyclone Tej: દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં ઊભા થયેલા ચક્રવાતી તોફાન તેજની ગુજરાત પર કોઈ અસર પડશે નહીં. આઈએમડીએ કહ્યું કે હિંદ મગાસાગર ક્ષેત્રમાં વાવાઝોડાના નામકરણ માટે અપનાવવામાં આવેલી ફોર્મ્યૂલા અનુસાર તેને તેજ કહેવામાં આવશે. 

Cyclone Tej: અરબી સમુદ્રમાં આવી રહેલા 'તેજ' વાવાઝોડાથી ગુજરાતમાં કેટલો ખતરો? હવામાન વિભાગે આપી મોટી માહિતી

નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં ઉઠેલા ચક્રવાતી તોફાન તેજ (Cyclone Tej)ની ગુજરાત પર કોઈ અસર પડશે નહીં. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)ના એક અધિકારીએ આ જાણકારી આપી છે. આઈએમડીએ આ પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં નિમ્ન દબાવનું ક્ષેત્ર બન્યું છે અને 21 ઓક્ટોબર સવાર સુધી તેના ચક્રવાતી તોફાનના રૂપ લેવાની આશંકા છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં વાવાઝોડાના નામકરણ માટે અપનાવવામાં આવી રહેલી ફોર્મ્યૂલા અનુસાર તેને તેજ કહેવામાં આવશે. આઈએમડી અનુસાર આશંકા છે કે રવિવારે તે ભયંકર વાવાઝોડાનું રૂપ લઈ શકે છે તથા ઓમાનના દક્ષિણી કિનારા તથા નજીકના યમન તરફ વધી શકે છે.

આઈએમડીએ કહ્યું કે ક્યારેક-ક્યારેક ચક્રવાત પોતાનો રસ્તો પણ બદલી શકે છે. આઈએમડી પ્રમાણે 22 ઓક્ટોબરની સાંજ સુધી તેના ભયંકર તોફાનનું રૂપ લેવા તથા દક્ષિણી ઓમાન તથા યમન કિનારા તરફ વધવાની આશંકા છે. હવામાન વિભાગે વાવાઝોડું તેજ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ વધશે. તેવામાં તેના ગુજરાત, જે પશ્ચિમમાં છે, તેના પર કોઈ અસર પડશે નહીં. આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં હવામાન સૂકુ રહેશે. રાજ્યના રાહત કમિશનર આકોલ કુમાર પાંડેએ કહ્યું કે હાલ ગુજરાત પર વાવાઝોડાનો કોઈ ખતરો નથી. 

ઉલ્લેખનીય છે કે જૂનમાં અરબ સાગરથી ઉઠેલા બિપરજોય તોફાને ગુજરાતમાં કચ્છ તથા સૌરાષ્ટ્રના ઘણા ક્ષેત્રમાં ભયંકર તબાહી મચાવી હતી. પહેલા તે પશ્ચિમ તરફ વધી રહ્યું હતું પરંતુ બાદમાં તેણે દિશા બદલી તથા કચ્છના કિનારે ટકરાયું હતું. આ વર્ષે અરબ સાગરમાં આ બજુ ચક્રવાતી તોફાન હશે. હવામાન વિજ્ઞૈનિકોએ ચેતવણી આપી કે ક્યારેક-ક્યારેક તોફાન પૂર્વાનુમાનિત રસ્તાથી ભટકી શકે છે, જેમ વાવાઝોડા બિપરજોયના મામલામાં જોવામાં આવ્યું હતું. બિપરજોય શરૂઆતમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં વધ્યા બાદ ગુજરાતમાં માંડવી અને પાકિસ્તાનના કચારી તરફ પસાર થયું હતું.

હવામાનનું પૂર્વાનુમાન વ્યક્ત કરનારી ખાનગી એજન્સી સ્કાઈમેટ વેધરે કહ્યું કે મોટા ભાગના મોડલ સંકેત આપે છે કે તોફાન યમન-ઓમાન કિનારા તરફ વધી રહ્યું છે. જો કે, વૈશ્વિક આગાહી પ્રણાલીના મોડલ અરબી સમુદ્રના ઊંડા મધ્ય ભાગોમાં તેની પુનરાવૃત્તિ સૂચવે છે. જેના કારણે આ ચક્રવાત પાકિસ્તાન અને ગુજરાતના દરિયાકાંઠા તરફ પણ આગળ વધી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news