Cyclone Remal: શક્તિશાળી બની રહ્યું છે 'રેમલ' વાવાઝોડું! આ વિસ્તારોમાં ભારે તબાહી મચાવશે, ગુજરાત પર શું થઈ શકે અસર તે પણ ખાસ જાણો

બંગાળની ખાડીમાં ઓછા દબાણના ક્ષેત્રમાં એક શક્તિશાળી વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. હળવા દબાણનું આ ક્ષેત્ર મધ્ય બંગાળની ખાડી પર સ્થિત છે. જે 25 મેની સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાય અને 25મીની રાત સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે.

Cyclone Remal: શક્તિશાળી બની રહ્યું છે 'રેમલ' વાવાઝોડું! આ વિસ્તારોમાં ભારે તબાહી મચાવશે, ગુજરાત પર શું થઈ શકે અસર તે પણ ખાસ જાણો

બંગાળની ખાડીમાં ઓછા દબાણના ક્ષેત્રમાં એક શક્તિશાળી વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. હળવા દબાણનું આ ક્ષેત્ર મધ્ય બંગાળની ખાડી પર સ્થિત છે. જે 25 મેની સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાય અને 25મીની રાત સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. આ વાવાઝોડાનું નામ રેમલ રાખવામાં આવેલું છે. રેમલ વાવાઝોડું મે 2024ના અંતમાં  બાંગ્લાદેશ અને ભારતના કાંઠા વિસ્તારો પર અસર પાડી શકે છે. આ  ચક્રવાતના કારણે 24થી 28મી મે સુધીમાં બાંગ્લાદેશ અને ભારતના કાંઠા વિસ્તારો પર ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાઈ શકે છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ ચક્રવાત પશ્ચિમ બંગાળના સાગર દ્વિપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ક્યાંક ટકરાય તેવી શક્યતા છે. હવામાન વિભાગનું અનુમાન છે કે તોફાન આવે ત્યારે પવનની ઝડપ 100થી 120 કિમી પ્રતિ કલાક રહી શકે છે. આ વાવાઝોડાની તમામ વિગતો અને ગુજરાત પર શું તેની કોઈ અસર પડી શકે ખરી તે પણ જાણો. 

1. ચક્રવાત રેમલ હાલ બંગાળની ખાડીના મધ્ય ભાગમાં સ્થિત છે જે 25મી મેના સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈને 25મી રાત સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. તે 26મીની મધરાતની આજુબાજુ એક ગંભીર ચક્રવાતી તોફાન તરીકે સાગર દ્વિપ અને ખેપુપારા વચ્ચે બાંગ્લાદેશ અને આજુબાજુના પશ્ચિમ બંગાળના કાંઠાઓને પાર કરે તેવી શક્યતા છે. તે ખેપુપારા (બાંગ્લાદેશ)થી લગભગ 800 કિમી દક્ષિણ પશ્ચિમ અને કેનિંગ (પશ્ચિમ બંગાળ)થી લગભગ 810 કિમી દક્ષિણમાં છે. 

2. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 25મી સવાર સુધી તે ચક્રવાતી તોફાનમા ફેરવાય તેવી શક્યતા છે. પછી તે ઉત્તર તરફ આગળ વધશે અને શનિવાર રાત સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. 

3. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ઉત્તરી હિંદ મહાસાગરનું પાણીનું તાપમાન ખુબ જ  ગરમ છે ((30 થી 31°C) જે આ વાવાઝોડાને વધુ શક્તિશાળી બનાવી શકે છે. 

4. હવામાન વિભાગે 26 અને 27મી મેના રોજ કોલકાતા, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, પૂર્વ મેદિનીપુર, અને હાવડા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. 

5. આ દિવસોમાં દક્ષિણ 24 પરગણામાં 90થી 100 કિમી પ્રતિ કલાક, પૂર્વ મેદિનીપુરમાં 80થી 90 કિમી પ્રતિ કલાક અને કોલકાતા, ઉત્તર 24 પરગણા, અને હાવડામાં 60થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. 

6. 25મીમેથી ઉત્તર અને દક્ષિણ ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદ અને ગરજ સાથે છાંટા પડવાની શક્યતા છે. 

7. 26મીએ મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 27મી અને 28મી મેના રોજ અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં પણ વરસાદ પડી શકે છે. 

8. હવામાન વિભાગે માછીમારીોને 27મી મે સવાર સુધી બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે. 

9. મોનસૂનના વાયરા પહેલેથી જ પ્રાયદ્વિપીય ક્ષેત્રમાં ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે આ તોફાન હજુ પણ મોનસૂન સાથે જોડાયેલું છે. 

10. જો કે હવામાન વિભાગે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા (25મી મે) પર ચક્રવાતના કારણે કોઈ પણ પ્રકારનો પ્રભાવ પડવાની આશંકા વ્યક્ત કરી નથી. દેશ ઓમાનના સૂચન મુજબ પ્રી મોનસૂન સીઝનના પહેલા તોફાનનું નામ રેમલ રાખવામાં આવશે. 

આ વાવાઝોડાની ગુજરાત-મુંબઈ પર અસર તો હાલ જોવા મળી રહી નથી પણ ભીષણ ગરમી હાજા ગગડાવી શકે છે. આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં હિટવેવથી લઈને ગંભીર હિટવેવની સ્થિતિ તથા પશ્ચિમ હિમાલય વિસ્તાર, મધ્ય પ્રદેશ અને ગુજરાત રાજ્યમાં હિટવેવની સ્થિતિ ચાલુ રહે તેવી શક્યતા છે. 

અંબાલાલની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે પણ વાવાઝોડાની આગાહી કરી છે. આગામી બે દિવસ બાદ રાજ્યવાસીઓને મળશે ગરમીથી રાહત. તેમના કહેવા મુજબ આજથી 26 મે સુધીમાં બંગાળની ખાડીમાં ભારે ચક્રવાતની અસર રહેશે. તેમણે પણ કહ્યું છે કે આગામી સમયમાં પશ્ચિમી બંગાળ તરફ ચક્રવાત આવશે. આજથી દક્ષિણ પશ્ચિમી તટો પર ભારે વરસાદની શક્યતા રહેશે. પવનની ગતિ 100 km ઉપર રહેવાની શક્યતા છે. બંગાળાના ઉપસગાર અને અરબસાગર ના ભેજ અને પવનો અથડાઈ પડતા ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ ગુજરાતમાં થશે. 26 મે થી 4 જૂન વચ્ચે દેહ દઝાડતી ગરમીથી રાહત મળશે. 43 ડિગ્રી ગરમી તાપમાન રહેશે. આ સમયે પંચમહાલ, દાહોદ, ગોધરા, વડોદરા, આણંદ, કચ્છ, સુરત, આહવા,વલસાડ, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ રહેશે. 4 જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગો માં 40 ડિગ્રી તાપમાન રહેશે. 4 થી 8 જૂનમાં મૃગશિષ નક્ષત્રમાં થશે. પવન અને ગાજવીજ સાથે 22 જૂનથી વરસાદ રહેશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news