ઓડિશાના પુરીથી 450 કિમી દૂર છે 'ફેની', લાખો લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી ચાલુ

ભીષણ ચક્રવાતી વાવાઝોડું ફેની શુક્રવારે ઓડિશાના પુરીમાં દસ્તક આપે તેવી આશંકાને ધ્યાનમાં લેતા સુરક્ષા દળોને  હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે.

ઓડિશાના પુરીથી 450 કિમી દૂર છે 'ફેની', લાખો લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી ચાલુ

ભુવનેશ્વર/નવી દિલ્હી: ભીષણ ચક્રવાતી વાવાઝોડું ફેની શુક્રવારે ઓડિશાના પુરીમાં દસ્તક આપે તેવી આશંકાને ધ્યાનમાં લેતા સુરક્ષા દળોને  હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. શૈક્ષણિક સંસ્થાનોને બંધ રાખવાના આદેશ અપાયા છે તથા સમુદ્ર તટના વિસ્તારોમાં રહેતા 8 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવી રહ્યા છે. ભારતીય હવામાન ખાતા(IMD)એ જાણકારી આપી છે કે વાવાઝોડું ફેની આજે સવારે 5.30 કલાકે પુરીના સમુદ્ર તટથી માત્ર 450 કિલોમીટર દૂર હતું. આ તોફાન શુક્રવાર બપોર સુધીમાં પુરી તટે પહોંચે તેવી શક્યતા છે. 

ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ બંગાળની ખાડી ઉપર પુરીથી દક્ષિણ-પશ્ચિમમાં કેન્દ્રીત તોફાન ઓડિશા તટ તરફ અત્યારે છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. 

આ અગાઉ સંયુક્ત તોફાન ચેતવણી કેન્દ્ર (જેડબલ્યુટીસી) તરફથી બહાર પાડવામાં આવેલા તાજી આગાહી મુજબ 1999ના સુપર સાઈક્લોન બાદ ફેની સૌથી ખતરનાક સાઈક્લોન ગણવામાં આવી રહ્યું છે. જે જગન્નાથ પુરી પરથી પસાર થાય તેવી આશંકા છે. આ દરમિયાન પવનની ઝડપ 175 કિમી પ્રતિ કલાકની આસપાસ રહે તેવી શક્યતા છે. 

એક અધિકારીએ જણાવ્યું કે નેવી, ભારતીય વાયુસેના, અને તટરક્ષક દળને કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યાં છે. એનડીઆરએફ, ઓડીઆરએએફ, અને ફાયર સેવાઓને નાગરિક પ્રશાસનની સહાયતા માટે સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરાયા છે. મુખ્યમંત્રી નવિન પટનાયકે કહ્યું કે ગુરવાર સાંજ સુધીમાં લગભગ 8 લાખ લોકોને સંવેદનશીલ વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવશે. 

જુઓ LIVE TV

પટનાયકે પ્રશાસનને તમામ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાના આદેશ આપ્યાં. સ્પેશિયલ રિલીફ કમિશનર બી પી સેઠીએ કહ્યું કે સમુદ્રીકાઠા અને દક્ષિણી જિલ્લાઓના કલેક્ટરોને ગુરુવાર સાંજ સુધીમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડવાનું કામ પૂરું કરવાનું કહેવાયું છે. તેમણે કહ્યું કે ગુરુવાર સાંજ સુધીમાં આ તોફાન ત્રાટકે તેવી આશંકા છે. આ દમરિયાન સમુદ્રમાં દોઢ મીટરથી પણ ઊંચી લહેરો ઉઠી શકે છે. 

ગંજમ, પુરી, ખોરધા, કટક, અને જગતસિંહપુર જિલ્લાઓમાં મૂસળધાર વરસાદ થવાના અને 175થી 200 કિમી પ્રતિ કલાકની ઝડુપખથી પવન ફૂંકાવવાની આશા છે. રાજ્યના મુખ્ય સચિવ એ પી પધીએ  કહ્યું કે તમામ ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓની રજાઓ 15મી મે સુધી રદ કરાઈ છે. રાજ્યના પોલીસવડા આર પી શર્માએ જણાવ્યું કે પોલીસકર્મીઓની રજાઓ પણ રદ કરાઈ છે. જે પોલીસકર્મીઓ રજા પર છે તેમને તત્કાળ ડ્યૂટી પર પાછા ફરવાનું જણાવાયું છે. પ્રભાવિત જિલ્લાઓમાં આઈએએસ અધિકારીઓને રાહત, બચાવ અને પુર્નવાસ અભિયાનના પ્રમુખ બનાવવામાં આવ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news