રાજસ્થાનના જોધપુરમાં મોટો અકસ્માત, ગેસ સિલિન્ડર ફાટતાં 4 લોકોના મોત, 16 ઘાયલ

Cyclinder Blast: મગરા પુંજલા વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફલિંગનું કામ કરનર એક વ્યક્તિના મકાનમાં એક ગેસ સિલિન્ડરમાં અચાનક આગ લાગી હતી. ત્યારબાદ ગેસ સિલિન્ડર અચાનક બ્લાસ્ટ થયો હતો.

રાજસ્થાનના જોધપુરમાં મોટો અકસ્માત, ગેસ સિલિન્ડર ફાટતાં 4 લોકોના મોત, 16 ઘાયલ

Cyclinder Blast: રાજસ્થાનના જોધપુરમાં શનિવારે દર્દનાક ઘટના સર્જાઇ હતી. માતાના પોલીસ મથક વિસ્તારમાં આવેલા મગરા પુંજલામાં આજે બપોરે એક મકાનમાં એક પછી એક જોરદાર બ્લાસ્ટનો અવાજ સંભળાયો. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે જે મકાનમાં બ્લાસ્ટ થયો, તેની આસપાસના ઘરોમાં ધ્રૂજારીનો અનુભવ થયો. જાણે ભૂકંપ આવ્યો હોય. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. તો બીજી તરફ 16 લોકો ઇજાગ્રસ્તોને હોવાનું જાણવા મળ્યું છે.  

જોકે મગરા પુંજલા વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફલિંગનું કામ કરનર એક વ્યક્તિના મકાનમાં એક ગેસ સિલિન્ડરમાં અચાનક આગ લાગી હતી. ત્યારબાદ ગેસ સિલિન્ડર અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ એક પછી એક લગભગ ચાર થી છ સિલિન્ડર ફાટવાની વાત સામે આવી રહી છે. આ અકસ્માત દરમિયાન ઘરમાં એક જ પરિવારના 20 લોકો હાજર હતા, જેમાંથી ચાર લોકોના દુખદ મોત થયા છે, જ્યારે 16 લોકોને ઘાયલ થયા છે. 

તમામ 16 ઇજાગ્રસ્તોને જોધપુરના મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. સૂત્રોનું માનીએ તો ઇજાગ્રસ્તોને પણ મોટાભાગના 80 ટકા દાઝેલા છે. અકસ્માતની જાણકારી મળતાં જ જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તા મહાત્મા ગાંધી હોસ્પિટલ પહોંચ્યા અને ડોક્ટરોને ઇજાગ્રસ્તોની સારવારને લઇને વિશેષ નિર્દેશ આપ્યા. કહેવામાં આવી રહ્યું છે કે મગરા પુંજલા ક્ષેત્રના કીર્તિ નગર નિવાસી ભોમારાવના ઘરે જયારે અકસ્માત સર્જાયો તો આ દરમિયાન ભોમારામ સહિત તેમના ત્રણ ભાઇઓના પરિવારના લોકો ઘરમાં હાજર હતા, જે આ અકસ્માતનો શિકાર થયા છે. ઘટના બાદ આ ઘરની નજીક ચાર ડઝન ગેસ સિલિન્ડર કાઢવામાં આવ્યા. 

સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ લોકોને એ પણ જાણકારી હતી કે ઘરની અંદર ગેરકાયદેસર ગેસ રિફલિંગનું કામ કરતો હતો. આજે જ્યારે બ્લાસ્ટ બાદ ઘરેથી ગેસ સિલિન્ડર મળ્યા તો જાણવા મળ્યું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઇજાગ્રસ્તોમાં ઘણા લોકો હાલત ગંભીર છે. પોલીસની મદદથી તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ વહિવટી તંત્રએ પણ ઇજાગ્રસ્તોને બહાર કાઢવા અને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news