જવાનોની શહાદતથી ગુસ્સામાં CRPF, કહ્યું- ‘ના ભૂલીશું અને ના માફ કરીશું, અમે બદલો લઇશું’

સુરક્ષા દળે ટ્વિટર પર તેમના ઓફિસિયલ એકાઉન્ટ પર ટ્વિટ કરતા કહ્યું કે ‘અમે ના ભૂલીશું, ના માફ કરીશું. અમે પુલવામા હુમલામાં શહીદ થયેલા આપણા જવાનોને સલામ કરીએ છે

જવાનોની શહાદતથી ગુસ્સામાં CRPF, કહ્યું- ‘ના ભૂલીશું અને ના માફ કરીશું, અમે બદલો લઇશું’

નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં આપણા 44 જવાનો (રાયટર્સના અનુસાર)ને ગુમાવનાર કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)માં આતંકવાદી અને તેને સરણ આપનાર લોકો પ્રત્યે કેટલી નારાજગી છે, તેનો અંદાજો શુક્રવારે તેમની તરફથી આવેલી પ્રતિક્રિયામાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. સુરક્ષા દળે એક ટ્વિટ કરતા કહ્યું કે, ‘ના ભૂલીશુ અને ના માફ કરીશું.’

સુરક્ષા દળે ટ્વિટર પર તેમના ઓફિસિયલ એકાઉન્ટ પર ટ્વિટ કરતા કહ્યું કે ‘અમે ના ભૂલીશું, ના માફ કરીશું. અમે પુલવામા હુમલામાં શહીદ થયેલા આપણા જવાનોને સલામ કરીએ છે અને શહીદ ભાઇઓના પરિવારની સાથે ઉભા છીએ. આ આત્મધાતી હુમલાનો બદલો લેવામાં આવશે.’

ઉલ્લેખનીય છે કે જમ્મૂ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરૂવારે જેશ-એ-મોહમ્મદના એક આતંકવાદીએ વિસ્ફોટકોથી ભરેલા વાહનથી સીઆરપીએફ જવાનોને લઇ જતી બસને ટક્કર મારી હતી. જેમાં ઓછામાં ઓછા 44 જવાન (રોયટર્સના અનુસાર) શહીદ થઇ ગયા છે.

કેન્દ્રી રિઝર્વ પોલીસ દળએ 2500થી વધારે કર્મચારીઓ 78 વાહનોના કાફલામાં જઇ રહ્યાં હતા. તેમાંથી મોટાભાગના તેમની રજાઓ પૂરી કર્યા બાદ પોતાના ડ્યૂટી પર પરત ફરી રહ્યાં હતા. જમ્મૂ કાશ્મીર રાજમાર્ગ પર અવંતિપોર વિસ્તારમાં આ કાફલા પર ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો. શ્રીનગરથી લગભગ 20 કિલોમીટર દૂર પૂલવામા આ હુમલાની જવાબદારી પાકિસ્તાન આધારીત આતંકવાદી સંગઠન જેશ-એ-મોહમ્મદે લીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news