પુલવામા હુમલો: કાફલા સાથે જનારી CRPFની મહિલા ASIએ કહ્યું મનમાં આજે પણ ગુસ્સો

આસિસ્ટેંટ સબ ઇંસ્પેક્ટર સોકવાર 14 ફેબ્રુઆરીએ તેઓ પણ તેના કાફલાનો હિસ્સો હતી, જેને આતંકવાદીઓએ પોતાનું નિશાન બનાવ્યા હતા

પુલવામા હુમલો: કાફલા સાથે જનારી CRPFની મહિલા ASIએ કહ્યું મનમાં આજે પણ ગુસ્સો

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફની બસ પર થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા છે.આ દુર્ઘટના સાથે જોડાયેલા કેટલાક પાત્રો એવા પણ છે, જેમણે પુલવામા આતંકવાદી હુમલાને ન માત્ર ખુબ જ નજીકથી જોયો, પરંતુ આ ઘટના હજી પણ તેમનાં સમગ્ર મગજ પર છવાયેલી છે. આ જ પાત્રો પૈકી એકનું નામ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર વૃંદા સોકવર છે. 

આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર વૃંદા સોકવાર 14 ફેબ્રુઆરીનાં તે જ કાફલાનો હિસ્સો હતા, જેને આતંકવાદીએ પોતાનું નિશાન બનાવ્યા હતા.તેમણે જણાવ્યું કે, 29 અન્ય સહકર્મચારીઓની સાથે તેઓ પણ કાફલામાં બસ નંબર ત્રણમાં હાજર હતા. આતંકવાદી દુર્ઘટનામાં તેમની બસ હુમલાની ઝપટે આવતા બચી ગયા હતા. આતંકવાદી હુમલામાં કોઇએ કંઇ સમજવાની તક મળે છે, તેની પહેલા અંધાધુંધ ગોળીઓ અને વરસાદ થવા લાગ્યો હતો. 

WION PIC 1

ZEE NEWSની સહયોચી ચેનલ WION સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે, આંખોની સામે એટલી ભયાનક દુર્ઘટના થયા પછી પણ સીઆરપીએફનાં કોઇ પણ જવાનનો આત્મવિશ્વાસ પહેલા પણ આવો જ હતો. તેમણે જણાવ્યું કે, આતંકવાદીઓની ગોળીઓનો મુંહતોડ જવાબ આપવા માટે તે લોકો સ્ફુર્તીથી બસમાંથી નિકળ્યાં અને મોર્ચો સંભાળી લીધો હતો. તે પોતાની અન્ય સહયોગીઓ સાથે સતત આતંકવાદીઓ સામે લડતી રહી. 

પુલવામામાં સીઆરપીએફની બસ પર થયેલા આતંકવાદી હુમલામાં હવે 28 દિવસ થઇ ચુક્યા છે. વૃંદા શ્રીનગર પહોંચી ચુકી છે. હાલ તેમની ફરજંદ શ્રીનગરનાં એક પોસ્ટ ઓફીસની સુરક્ષામાં છે. 28 દિવસ પહેલા આંખોની સામે પોતાના સહકર્મચારીઓની શહાદત તેમનાં શરીરમાં આજે પણ રહી-રહી યાદ આવે છે પરંતુ તે પોતાનાં સાથીની યાદમાં આંસુ પણ નથી વહાવી શકતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news