CrPC Amendment Bill: અંગ્રેજોના જમાનાના કાયદાઓમાં થશે આ 15 મહત્વના ફેરફાર, આ મહત્વપૂર્ણ માહિતી ખાસ જાણો

Indian Penal Code: ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ત્રણ વિધેયક રજુ કરતી વખતે કહ્યું કે અંગ્રેજોના કાયદામાં બ્રિટિશ પ્રશાસનની રક્ષા કરવી અને તેને મજબૂતી આપવી એ કાયદાનો હેતુ હતો. જનતાને ન્યાય મળે તેનું મહત્વ નહતું. હવે આવા કાયદાઓમાં ફેરફાર થશે. 

CrPC Amendment Bill: અંગ્રેજોના જમાનાના કાયદાઓમાં થશે આ 15 મહત્વના ફેરફાર, આ મહત્વપૂર્ણ માહિતી ખાસ જાણો

Code of Criminal Procedure: દેશમાંથી બહુ જલદી અંગ્રેજોએ બનાવેલા 3 મોટા કાયદા ખતમ થશે અને તેની જગ્યા નવા ભારતના નવા કાયદા લેશે. પહેલા IPC, બીજા CrPC અને ત્રીજો ઈન્ડિયન એવિડન્સ કોડ (Indian Evidence Code),  આ ત્રણેય જૂના કાયદા ખતમ તેની જગ્યાએ ભારત સરકારના બનાવેલા ત્રણ સંશોધિત કાયદા પ્રભાવિત થશે. ત્યારબાદ કાયદા પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર જોવા મળશે. અત્રે જણાવવાનું કે મોદી સરકારે બ્રિટિશ શાસનથી ચાલતા આવતા જૂના કાયદામાં મોટો ફેરફાર કર્યો છે. શુક્રવારે હાલ ચાલી રહેલી સંસદના ચોમાસું સત્રના છેલ્લા દિવસે ગૃહમંત્રી અમિત શાહે ભારતીય દંડ સહિતને લઈને 3 નવા બિલ રજૂ કર્યા. આ બિલ દ્વારા અમિત શાહે ગુલામીની તમામ નિશાનીઓને ખતમ કરવાની દિશામાં મોટું પગલું  ભર્યું. પહેલા તમને તબક્કાવાર રીતે જણાવીશું કે ગૃહમંત્રીએ કયા 3 નવા બિલ રજુ કર્યા છે. 

IPC ની 175 કલમોમાં થશે ફેરફાર
અત્રે જણાવવાનું કે હવે ભારતીય ન્યાય સહિતા  2023 , Indian Penal Code એટલે કે IPC 1860 ની જગ્યા લેશે.  Criminal Procedure Code એટલે કે CrPC 1973 ની જગ્યા ભારતીય નાગરિક સુરક્ષા સહિત હશે અને Indian Evidence Code 1872 ને ભારતીય પુરાવા વિધેયક રિપ્લેસ કરશે. હવે તમને જણાવી દઈએ કે IPC, CrPC અને Indian Evidence Code માં મોદી સરકારે કયા કયા ફેરફાર કર્યા છે. IPC ની જગ્યા લેનારા પ્રસ્તાવિત ભારતીય ન્યાય સહિત 2023 માં કુલ 356 કલમો હશે. પહેલા તેમાં 511 કલમો રહેતી હતી. હાલ IPC ની 22 કલમોને ખતમ કરવામાં આવશે. હાલ IPC ની 175 કલમોમાં ફેરફાર કરાશે અને એવી 8 કલમો જોડવામાં આવશે જે અત્યારના આઈપીસીમાં નથી. 

આ 15 મહત્વના ફેરફાર થશે

CrPC ની જગ્યાએ આવનારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023માં કુલ 533 કલમો હશે. CrPC ની 9 કલમોને ખતમ કરવામાં આવશે. CrPCની 160 કલમોમાં ફેરફાર કરાશે. આ સાથે જ 9 નવી કલમો જોડવામાં આવશે. જ્યારે હાલના Indian Evidence Code ની જગ્યાએ આવનારા ભારતીય પુરાવા બિલમાં 170 કલમો હશે તો 23 કલમોમાં ફેરફાર થશે અને એક નવી કલમ જોડવામાં આવશે. એટલું જ નહીં તેની જગ્યા લેનારા કાયદાઓમાં પણ અનેક ફેરફાર પ્રસ્તાવિત છે જેમાંથી કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર તમને જણાવીશું. 

1- જે કેસમાં 7 વર્ષ કે તેનાથી વધુની સજા છે તે મામલે ક્રાઈમ સીન પર ફોરેન્સીક ટીમનું જવું જરૂરી રહેશે. 

2- યૌન હિંસા મામલે પીડિતાના નિવેદનનું વીડિયો રેકોર્ડિંગ જરૂરી રહેશે. 

3- 7 વર્ષથી વધુની સજાવાળા કેસને ખતમ કરવા હોય તો પીડિતને સાંભળ્યા વગર કેસ પાછો નહીં લેવાય. 

4- કોઈ પણ મામલે 90 દિવસની અંદર ચાર્જશીટ ફાઈલ કરવાની રહેશે. 

5- કોઈ કેસમાં દલીલો પૂરી થયા બાદ એક મહિનાની અંદર કોર્ટે ચુકાદો આપવો પડશે. 

6- પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ટ્રાયલ ચલાવવાનો નિર્ણય સરકારે 120 દિવસમાં લેવાનો રહેશે. 

7- મોબ લિન્ચિંગ કેસમાં દોષિતોને 7 વર્ષની સજા , આજીવન કારાવાસ કે મોતની સજા પણ થઈ શકે છે. 

8- ગેંગ રેપના તમામ કેસમાં 20 વર્ષની સજા કે આજીવન કારાવાસની સજાની જોગવાઈ રહેશે. 

9- 18 વર્ષની સજાને ફક્ત આજીવન કારાવાસમાં જ બદલી શકાશે. 

10- મોતની સજાને ફક્ત આજીવન કારાવાસમાં જ ફેરવી શકાશે. 

11- દોષસિદ્ધિ બાદ 30 દિવસની અંદર સજા સંભળાવવી જરૂરી રહેશે. 

12- પહેલીવાર સજા તરીકે Community Service ની શરૂઆત રહેશે. 

13- FIR થી લઈને કેસ ડાયરી અને ચાર્જશીટથી લઈને જજમેન્ટ, દરેક ચીજને Digitised કરવામાં આવશે. 

14- ચૂંટણી દરમિયાન મતદારોને લાંચ આપતા પકડાયા તો એક વર્ષની સજા થશે. 

15- નાના ગુના કરવા પર કમ્યુનિટી સર્વિસની જોગવાઈ. 

સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવશે બિલ

નોંધનીય છે કે આ ત્રણેય બિલને લોકસભામાં રજૂ કરાયા છે. ત્યારબાદ હવે તેને સંસદની સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવશે. સરકારે આ ત્રણેય બિલ દ્વારા જે સૌથી મોટો ફેરફાર કર્યો છે તે રાજદ્રોહને ખતમ કરવાનો કર્યો છે. પ્રસ્તાવિત ભારતીય ન્યાય સંહિત 2023માં હવે IPC ની કલમ 124એને પણ ખતમ કરી દેવામાં આવી છે અને તેની જગ્યાએ ભારતીય ન્યાય સહિત 2023માં નવી કલમ 150 જોડી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ જાણી જોઈને કે સુનિયોજિત રીતે, બોલીને, લખીને, સંકેત, ઓનલાઈન કે નાણાકીય સાધનો દ્વારા અલગાવ કે સશસ્ત્ર વિદ્રોહમાં સામેલ થાય કે તેને પ્રોત્સાહન આપે અને ભારતની સંપ્રભુતા, એક્તા અને અખંડિતતાને જોખમમાં મૂકે કે આવા ગુનામાં સામેલ થાય તો તેને આજીવન કારાવાસ સુધીની સજા થશે. 

ભારતીય દંડ વિધાનમાં માત્ર ફેરફાર જ નહીં પરંતુ તેને આધુનિક કરવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે. FIR થી ન્યાય મળવા સુધીની પ્રક્રિયાને ઓનલાઈન કરાઈ રહી છે. વર્ષ 2027 સુધી તમામ કોર્ટને ડિજિટાઈઝ કરવાની વાત કરાઈ છે. ઈલેક્ટ્રોનિક, ડિજિટલ, SMS, ઈમેઈલ, વેબસાઈટ તમામની કાનૂની માન્યતા રહેશે. સર્ચ અને જપ્તીમાં વીડિયોગ્રાફી જરૂરી હશે. ઝીરો એફઆઈઆર ગમે ત્યાંથી રજિસ્ટર કરવાની જોગવાઈ છે. આ સાથે જ ઈલેક્ટ્રોનિક માધ્યમથી સમન પણ મોકલી શકાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news