વિદ્યાર્થિનીઓને પકડી સિનિયર્સ બળજબરીથી જુનિયર્સ પાસે કરાવતા હતા Kiss, કોલેજનો વીડિયો વાયરલ

forced to kiss a minor girls: આ ઘટના બાદ કોલેજ પ્રશાસન દ્વારા 12 વિદ્યાર્થીઓને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યાં. જ્યારે ઘટનામાં સામેલ પાંચ મુખ્ય આરોપી વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી.

વિદ્યાર્થિનીઓને પકડી સિનિયર્સ બળજબરીથી જુનિયર્સ પાસે કરાવતા હતા Kiss, કોલેજનો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ કોલેજમાં રેગિંગ કરવું એટલેકે. સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા નવા આવેલાં જુનિયર વિદ્યાર્થીઓની પજવણી કરવી તેમને હેરાન કરવા એ એક ટ્રેન્ડ પડી ગયો છે. જોકે, કાયદાની રુહે આ બાબત બિલકુલ ચલાવી લેવાય તેમ નથી આ બાબત એક ગંભીર ગુનાની શ્રેણીમાં આવે છે. સરકારે આ અંગે કડકમાં કડક નિયમો બનાવેલાં છે. જોકે, હજુ પણ રેગિંગના કિસ્સાઓ બંધ થવાનું નામ નથી લઈ રહ્યાં. આવો જ એક કિસ્સો હાલમાં ઓડિશાની એક કોલેજમાં સામે આવ્યો છે.

ઓડિશાની એક કોલેજમાં રેગિંગના નામે સગીર છોકરી અને છોકરાને બળજબરીથી કિસ કરાવવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ કેસમાં પાંચ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. આમાંથી બે સગીર છે. આ મામલો ગંજમ જિલ્લાના વિનાયક એકેડેમી કોલેજ બેરહામપુરનો છે. બરહામપુરના એસપી સરબન વિવેક એમએ જણાવ્યું કે 5 વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેની સામે રેગિંગ અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મુખ્ય આરોપી અભિષેક નાહક છે, જે અંતિમ વર્ષનો વિદ્યાર્થી છે. તેની ઉંમર 24 વર્ષની છે.

કેવા કૃત્યોને ગણવામાં આવે છે રેગિંગ?

  • સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓ સાથે એવા કોઈ કૃત્યો કરે છે, જેને જુનિયર્સ પર ખરાબ પ્રભાવ પડે છે.
  • જુનિયર્સ સાથે એવી કોઈ પ્રવૃતિ કરે, જેનાથી તેમને પીડા થાય.
  • જુનિયર્સ સાથે એવી કોઈ હરકત કરવી જેનાથી તેમને શરમ આવે.
  • જુનિયર્સ સાથે એવી કોઈ પ્રવૃતિ કરવી જેનાથી તે માનસિક તણાવ અનુભવે.
  • સિનિયર્સ નવા વિદ્યાર્થીઓને હેરાન કરે પ્રતાડિત કરે.
  • સિનિયર્સ નવા વિદ્યાર્થીઓ સાથે ખરાબ કૃત્ય કરે.
  • સિનિયર્સ ઈરાદા પૂર્વક નવા વિદ્યાર્થીને હેરાન કરે.
  • સિનિયર્સ નવા વિદ્યાર્થી સાથે બળજબરી કરી કોઈ કામ કરાવે.
  • સિનિયર્સ નવા વિદ્યાર્થી સાથે બળજબરીથી વસૂલી કરે.
  • સિનિયર્સ નવા વિદ્યાર્થીને બળજબરીથી કોઈ ખોટા કામ માટે ફોર્સ કરીને તે કામ કરવાની ફરજ પાડે.

 

વીડિયોમાં જોઈ શકાય છે કે, સિનિયર્સ પહેલા વર્ષના એક છોકરા અને છોકરીને કિસ કરવા મજબૂર કરી રહ્યા છે. નજીકની ખુરશી પર એક સિનિયર બેઠો છે, તેના હાથમાં લાકડી છે. તે છોકરાને થપ્પડ મારી રહ્યો છે અને છોકરીને કિસ કરવા દબાણ કરી રહ્યો છે. છોકરો છોકરીને કિસ કરે છે. આ પછી, છોકરી ઊભી થાય છે અને જવા લાગે છે, પછી સિનિયર વિદ્યાર્થી તેનો હાથ પકડીને તેને બેસાડે છે. હાથમાં રાખેલી લાકડી બતાવીને તેને ડરાવે છે. આ પ્રસંગે લગભગ 20 સિનિયર વિદ્યાર્થીઓ જોવા મળે છે, જેમાં કેટલીક ગર્લ સ્ટુડન્ટ્સનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાનો વિરોધ કરવાને બદલે તે હસતી જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news