મુંગા પશુઓનાં જીવ લઇ રહ્યું છે ઝેરી પ્લાસ્ટિક, સૌથી વધારે હજારો ગાયોનાં મોત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેટનરી યૂનિવર્સિટીમાં પોલીથિન ખાવાને કારણે બિમાર ગાયની લાઇવ સર્જરી જોવા માટે મથુરા પહોંચ્યા હતા. દર વર્ષે પ્લાસ્ટિક ખાવાનાં કારણે દેશમાં હજારો ગાયોનાં મોત નિપજે છે. પ્લાસ્ટિકનો કચરો જમીન પર રહેલા પ્રાણીઓની સાથે સાથે જળમાં રહેતા જીવનાં મોતનું કારણ પણ બને છે. યૂનાઇટેડ નેશન્સનાં એક અહેવાલ અનુસાર સમગ્ર વિશ્વમાં દર વર્ષે 500 બિલિયન પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે.
મુંગા પશુઓનાં જીવ લઇ રહ્યું છે ઝેરી પ્લાસ્ટિક, સૌથી વધારે હજારો ગાયોનાં મોત

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેટનરી યૂનિવર્સિટીમાં પોલીથિન ખાવાને કારણે બિમાર ગાયની લાઇવ સર્જરી જોવા માટે મથુરા પહોંચ્યા હતા. દર વર્ષે પ્લાસ્ટિક ખાવાનાં કારણે દેશમાં હજારો ગાયોનાં મોત નિપજે છે. પ્લાસ્ટિકનો કચરો જમીન પર રહેલા પ્રાણીઓની સાથે સાથે જળમાં રહેતા જીવનાં મોતનું કારણ પણ બને છે. યૂનાઇટેડ નેશન્સનાં એક અહેવાલ અનુસાર સમગ્ર વિશ્વમાં દર વર્ષે 500 બિલિયન પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે.

હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ ગુરૂવારે ચૂંટણી પંચની અંતિમ બેઠક
આ રાજ્યોમાં સૌથી ખરાબ સ્થિતી
પ્લાસ્ટિક પોલિથીન ખાઇને મરનારી ગાયોની મોતનો આંકડો ખુબ જ મોટો છે. આ યાદીમાં અનેક રાજ્યોનાં નામ છે. જો કે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનની સ્થિતી સૌથી ખરાબ છે. વર્ષ 2017માં ઉત્તરપ્રદેશનાં પશુ ચિકિસ્તક વિભાગનાં એક અહેવાલ અનુસાર માત્ર લખનઉમાં જ પોલિથીન ખાવાથી દર વર્ષે આશરે 1000 ગાયોનાં મોત થાય છે. 
રાજસ્થાનમાં પણ પશુઓની સ્થિતી ખુબ જ ખરાબ છે. એક અગ્રણી અખબારી અહેવાલ અનુસાર અહીં છેલ્લા 4 વર્ષમાં પ્લાસ્ટીકનો કચરો ખાવાને કારણે 1000 પશુઓનાં મોત નિપજ્યા છે.

બાબરી કેસઃ સુનાવણી કરતા જજનો કાર્યકાળ વધારાયો, કલ્યાણ સિંહ અંગે માગ્યો રિપોર્ટ
સમુદ્રી જીવો માટે પણ મોટો ખતરો
યૂનાઇટેડ નેશન્સનાં અહેવાલ અનુસાર 2050 સુધીમાં સમુદ્રમાં માછલીઓથી વધારે પ્લાસ્ટિકનો કચરો હશે. સમુદ્રમાં જમા થયે પ્લાસ્ટિકનાં કચરાને કારણે સમુદ્રી જીવોમાં રહેલી 700થી વધારે પ્રજાતીઓ પ્રભાવિત થાય છે. સમુદ્રી પ્રજાતિઓ પ્લાસ્ટીને ભોજન સમજીને ગળી જાય છે અને થોડા સમય બાદ તેનું મોત નિપજે છે.

જાણો સિંગલ યુઝ પ્લાસ્ટિક કઇ બલાનું છે નામ? સરકારને પણ કરવી પડી અપીલ
પ્રાણીઓ કઇ રીતે પ્લાસ્ટીક ગળી જાય છે. 
પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ થયા બાદ માણસ તેને કચરાનાં ઢગલામાં ફેંકી દે છે. ભોજનની શોધમાં રસ્તા પર ફરતા પ્રાણીઓ તેને ભોજન સમજવાની ભુલ કરે છે. પ્લાસ્ટીકમાં રહેલા અનેક કેમિકલની સુગંધ ભોજન જેવી લાગે છે, જેને પશુઓ ભોજન સમજીને ખાઇ જાય છે.

ઓક્ટોબરમાં ચીન સરહદ નજીક ભારતીય સેના કરશે મોટો યુદ્ધાભ્યાસ 'હિમ વિજય'
પ્લાસ્ટીકથી કઇરીતે થાય છે મોત?
જીવો માટે પ્લાસ્ટિકનું પાચન અશક્ય હોય છે. આંતરડામાં જનારા પ્લાસ્ટીકનું રિએક્શન ખરાબ હોય છે. અનેક વખત અણીયાળુ પ્લાસ્ટિક ગળા નીચે નથી ઉતરતું. એવામાં તેમનો શ્વાસ રુંધાવા લાગે છે. પ્લાસ્ટિકમાં રહેલા કેમિકલના કારણે તેમને ઇન્ફેક્શન થઇ જાય છે જેના કારણે થોડા સમય બાદ તેનું મોત થઇ જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news