Coronavirus Update: 40 દિવસ બાદ કોરોનાના નવા કેસ 2 લાખથી નીચે ગયા, મૃત્યુના આંકડામાં પણ ઘટાડો

ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરમાં સંક્રમણની ઝડપ પર બ્રેક લાગી અને છેલ્લા કેટલાક દિવસથી સતત નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે જ આજે તો હવે કોરોનાથી થતા મોતની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. 

Coronavirus Update: 40 દિવસ બાદ કોરોનાના નવા કેસ 2 લાખથી નીચે ગયા, મૃત્યુના આંકડામાં પણ ઘટાડો

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરમાં સંક્રમણની ઝડપ પર બ્રેક લાગી અને છેલ્લા કેટલાક દિવસથી સતત નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે જ આજે તો હવે કોરોનાથી થતા મોતની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે જ્યારે 3500થી વધુ મોત થયા છે. 

40 દિવસ બાદ 2 લાખથી ઓછા આવ્યા નવા કેસ
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો ચાલુ છે. 40 દિવસ બાદ દેશભરમાં 2 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 1,96,427 કોરોનાના દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 2,69,48,874 પર પહોંચ્યો છે. એક દિવસમાં 3,26,850 દર્દીઓ રિકવર થયા. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે 2,40,54,861 થઈ છે. હાલ દેશમાં 25,86,782 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 19,85,38,999 લોકોને રસી અપાઈ છે. 

Total cases: 2,69,48,874
Total discharges: 2,40,54,861
Death toll: 3,07,231
Active cases: 25,86,782

Total vaccination: 19,85,38,999 pic.twitter.com/9dFJubxH8D

— ANI (@ANI) May 25, 2021

કોરોનાથી થતા મોતના આંકડામાં પણ ભારે ઘટાડો
કોવિડ-19ના નવા કેસમાં ઘટાડાની સાથે સાથે મહામારીથી થતા મોતનાં આંકડામાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3511 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. આ અગાઉ 24મી મેના રોજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ એક દિવસમાં 4454 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. 

20 લાખથી વધુ ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી 20,58,112 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કુલ ટેસ્ટની સંખ્યા 33,25,94,176 પર પહોંચી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news