Corona સંક્રમિત વયસ્કોને અપાતી દવા શું બાળકોને આપી શકાય? જાણો સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન
કોરોના સંક્રમિત વયસ્કોને આપવામાં આવી રહેલી દવાઓ શું બાળકોને આપી શકાય છે? તેના પર બુધવારે સરકાર તરફથી મહત્વની જાણકારી આપવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના સંક્રમિત વયસ્કોને જે દવા આપવામાં આવી રહી છે તે શું બાળકોને આપી શકાય છે? તેના પર બુધવારે સરકાર તરફથી મહત્વની જાણકારી આપવામાં આવી છે. સરકારે બુધવારે પોતાના દિશા-નિર્દેશોમાં કહ્યું કે, કોવિડ-19ના વયસ્ક દર્દીઓની સારવારમાં કામ આવનાર આઇવરમેક્ટિન, હાઇડ્રોક્સીક્લોરોક્વીન, ફૈવિપિરાવિર જેવી દવાઓ અને ડોક્સીસાઇક્લિન તથા એજિથ્રોમાઇસિન જેવી એન્ટીબાયોટિક દવાઓ બાળકોની સારવાર માટે ભલામણ કરી નથી. તે આશંકાઓ વચ્ચે કે મહામારીના મામલામાં એક અંતર બાદ ફરીથી વૃદ્ધિ થઈ શકે છે, સરકારે બાળકો માટે કોવિડ દેખરેખ કેન્દ્રોના સંચાલન માટે દિશા-નિર્દોશ તૈયાર કર્યા છે.
દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે ગંભીર કોરોના વાયરસ સંક્રમણથી પીડિત બાળકોને તબીબી સંભાળ ઉપલબ્ધ કરાવવા માટે હાજર કોવિડ કેર સેન્ટરોની ક્ષમતામાં વૃદ્ધિ કરવી જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે બાળકો માટે કોવિડ વિરોધી રસીની સ્વિકૃતિ મળવાની સ્થિતિમાં રસીકરણમાં એવા બાળકોને પ્રાથમિકતા આપવા જોઈએ જે અન્ય રોગથી પીડિત છે અને તેને કોવિડ-19નું ગંભીર જોખમ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બાળકોની સારવાર વિશે જારી દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે વયસ્ક કોવિડ દર્દીઓની સારવારમાં કામ આવનારી મોટાભાગની દવાઓ જેમ કે આઇવરમેક્ટિન, હાઇડ્રોક્સીક્લોરોક્વીન, ફૈવિપિરાવિર જેવી દવાઓ અને ડોક્સીસાઇક્લિન તથા એજિથ્રોમાઇસિન જેવી એન્ટીબાયોટિક દવાઓનું કોવિડ-19 પીડિત બાળકો પર પરીક્ષણ કરવામાં આવ્યું નથી તથા તેથી તે બાળકોની સારવાર માટે ઠીક નથી.
તેમાં કહેવામાં આવ્યું કે, લૉકડાઉન હટવા કે સ્કૂલોને ફરીથી ખોલ્યા બાદ આગામી ત્રણ-ચાર મહિનામાં સંભવિત ત્રીજી લહેર દરમિયાન સંક્રમણના મામલામાં કોઈપણ વૃદ્ધિનો સામનો કરવા માટે ખાનગી અને જાહેર ક્ષેત્રને સંયુક્ત રૂપથી પ્રયાસ કરવાની જરૂરીયાત છે. સાવચેતીના મૂળ સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. દિશાનિર્દેશોમાં તે પણ કહેવામાં આવ્યું કે, બાળકોની દેખભાળ માટે વધારાના બેડનું અનુમાન મહામારીની બીજી લહેર દરમિયાન વિભિન્ન જિલ્લામાં સંક્રમણના દૈનિક મામલોના પિકના આધાર પર લગાવી શકાય છે.
મંત્રાલયે કહ્યું કે તેનાથી બાળકોમાં સંક્રમણના મામલા વિશે અને સાથે તે પણ અનુમાન લગાવી શકાય છે કે તેમાંથી કેટલા દર્દીઓને દાખલ કરવાની જરૂરીયાત પડશે. દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યું છે, કોવિડના ગંભીર રૂપથી બીમાર બાળકોને સારવાર ઉપલબ્ધ કરાવવા માટે હાલના કોવિડ કેર સેન્ટરની ક્ષમતાને વધારવી જરૂરી છે. આ ક્રમમાં બાળકોના ઉપચારથી જોડાયેલ વધારાના વિશિષ્ટ ઉપકરણો અને સંબંધિત પાયાના માળખાની જરૂર હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે