Corona Update: રાહતના સમાચાર, કોરોનાના નવા કેસમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ અપડેટ

કોરોનાના નવા કેસમાં 6.5 ટકાનો ઘટાડો નોંધાયો છે જે રાહતના સમાચાર કહી શકાય. છેલ્લા 24 કલાકમાં 69,959 દર્દીઓ રિકવર થયા છે. 

Corona Update: રાહતના સમાચાર, કોરોનાના નવા કેસમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે જે રાહતના સમાચાર ગણી શકાય. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.68 લાખ કેસ નોંધાયા છે. ગઈ કાલે કોરોનાના 1,79,723 નવા કેસ નોંધાયા હતા. 

નવા કેસમાં ઘટાડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,68,063 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા હવે 35,875,790 થઈ ગઈ છે. એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો હાલ દેશમાં 8,21,446 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાના નવા કેસમાં 6.5 ટકાનો ઘટાડો નોંધાયો છે જે રાહતના સમાચાર કહી શકાય. છેલ્લા 24 કલાકમાં 69,959 દર્દીઓ રિકવર થયા છે. 

Active case tally reaches 8,21,446. Daily positivity rate (10.64%)

Omicron case tally at 4,461 pic.twitter.com/ikKRh2Xh6G

— ANI (@ANI) January 11, 2022

કોરોનાથી 277 લોકોના મોત
એક દિવસમાં કોરોનાએ 277 દર્દીઓનો ભોગ લીધો છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 484,231 થઈ ગયો છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ 96.36% છે. જ્યારે હાલ કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ 10.64% થયો છે. 

ઓમિક્રોનના કેસ 4461
દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ વધીને 4461 થયા છે. રસીકરણ પણ પૂરજોશમાં ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં 92,07,700 રસીના ડોઝ અપાયા છે. ત્યારબાદ હવે રસીકરણનો આંકડો  1,52,89,70,294 પર પહોંચ્યો છે. 

— ANI (@ANI) January 10, 2022

ICMR ની નવી એડવાઈઝરી
આ બાજુ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે  (ICMR)  ટેસ્ટિંગને લઈને મહત્વની સલાહ આપી છે. આઈસીએમઆરે કહ્યું કે, કોરોના દર્દીના સંપર્કમાં આવેલા દરેકે કોવિડ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. વધુ જોખમવાળા લોકોએ જ કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી છે. વધુ જોખમવાળા એટલે કે જેમની ઉંમર વધુ છે કે પછી તેઓ કોઈ ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. આઈસીએમઆરએ કહ્યું કે ફક્ત વૃદ્ધ કે પહેલેથી કોઈ ગંભીર બીમારીથી પીડિત હાઈ રિસ્કવાળા લોકો જ કોરોના દર્દીના સંપર્કમાં આવ્યા બાદ ટેસ્ટ કરાવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news