Corona: દેશમાં બેકાબુ બની રહી છે સ્થિતિ, દિલ્હીમાં 1200 પાર તો મહારાષ્ટ્રમાં 31 હજારથી વધુ કેસ

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં આશરે ત્રણ મહિના બાદ એક દિવસમાં 1200થી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં કેસની સંખ્યા 32 હજારે પહોંચી ગઈ છે. 

Corona: દેશમાં બેકાબુ બની રહી છે સ્થિતિ, દિલ્હીમાં 1200 પાર તો મહારાષ્ટ્રમાં 31 હજારથી વધુ કેસ

નવી દિલ્હીઃ દેશના ઘણા રાજ્યોની  જેમ દિલ્હીમાં પણ કોરોનાના (Corona virus in india) નવા કેસ વધી રહ્યાં છે. દિલ્હીમાં આશરે 3 મહિના બાદ એક દિવસમાં કોરોનાના 1200થી વધુ નવા કેસ સામે આવ્યા છે અને અહીં એક્ટિવ કેસની સંખ્યા 4890 થઈ ગઈ છે. તો મહારાષ્ટ્રમાં એક દિવસમાં આશરે 32 હજાર નવા કેસ સામે આવ્યા છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1254 નવા કેસ સામે આવ્યા. દિલ્હીમાં આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 6,51,227 થઈ ગયા છે. આ દરમિયાન 769 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધી 6,35,364 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં 6 લોકોના મૃત્યુ થયા આ સાથે કુલ મૃત્યુઆંક 10973 થઈ ગયો છે. 

દિલ્હીઃ માર્ચમાં 3500 એક્ટિવ કેસ વધ્યા
રાજધાનીમાં 4890 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં માર્ચ મહિનામાં માત્ર 3500 એક્ટિવ કેસ વધ્યા છે. 1 માર્ચે દિલ્હીની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા 489 હતી અને તે વધીને 4 હજાર થઈ ગઈ છે. દિલ્હીની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યાએ 1 હજારનો આંકડો પાર કરી લીધો છે. રાજધાનીમાં હાલ દર્દીઓની સંખ્યા વધી 1063 થઈ ગઈ છે. 

મહારાષ્ટ્રમાં 32 હજાર નવા કેસ
મહારાષ્ટ્રની સ્થિતિ પણ ભયાનક છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 31855 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 15098 દર્દીઓ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 22,62,593 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. 

રાજ્યમાં 15 હજારથી વધુ દર્દીઓ સાજા થવાની સાથે રિકવરી રેટ વધીને 88.21 ટકા થઈ ગયો છે. આ દરમિયાન 95 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાના વધતા કેસને કારણે ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 1,87,25,307 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. જેમાં 25,64,881 લોકો પોઝિટિવ આવ્યા. 12,68,094 દર્દીઓ હોમ ક્વોરેન્ટાઈન છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 47 હજાર 299 છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news