ગામ્બિયામાં 66 બાળકોના મોત માટે જવાબદાર Cough Syrups શું ભારતમાં વેચવામાં આવ્યું? જાણો સરકારનો જવાબ
ગામ્બિયામાં 60થી વધુ બાળકોના મોત સાથે જોડાયેલા કફ સિરપના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ગુરૂવારે સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કહી દીધું કે આ દવાને ભારતમાં વેચવામાં આવી નથી.
Trending Photos
નવી દિલ્હીઃ પશ્ચિમી આફ્રિકી દેશ ગામ્બિયા (Gambia) માં 60થી વધુ બાળકોના મોત સાથે જોડાયેલા કફ સિપર (Cough Syrups) ના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. ગુરૂવારે સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું કે આ દવા ભારતમાં વેચવામાં આવી નથી. આ માત્ર નિકાસ માટે બનાવવામાં આવી હતી. નોંધનીય છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) ગામ્બિાયામાં 66 બાળકોના મોત બાદ ભારતની મેડેન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (Maiden Pharmaceuticals Limited) ની શરદી-ઉધરસની 4 દવાને લઈને મેડિકલ એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારબાદ ભારતની ડ્રગ રેગ્યુલેટરી બોડી (DCGI) એ પણ તપાસ શરૂ કરવાની સાથે-સાથે WHO પાસેથી આ વિશે વિગત માંગી છે.
WHO એ જાહેર કરી ચેતવણી
WHO એ બુધવારે ચેતવણી આપી હતી કે હરિયાણાના સોનીપત સ્થિત મેડેન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા કથિત રીતે ઉત્પાદિત દૂષિત અને ઓછી ગુણવત્તાવાળા ચાર કફ સિપર પશ્ચિમી આફ્રિકી દેશ ગામ્બિયામાં થયેલા બાળકોના મોતનું કારણ હોઈ શકે છે. હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે ગુરૂવારે કહ્યુ કે કંપની તરફથી ઉત્પાદિત ચાર પ્રકારના કફ સિરપના નમૂનાને કોલકત્તા સ્થિત કેન્દ્રીય ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. વિજે કહ્યુ, 'નમૂનાને ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ અને હરિયાણાના ફૂડ તથા ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન વિભાગે એકત્ર કર્યા અને તેને કોલકત્તા સ્થિત સીડીએલને મોકલી આપવામાં આવ્યા છે.'
ગામ્બિયામાં ડોર-ટૂ-ડોર કેમ્પેન શરૂ
તો ગામ્બિયામાં બાળકોના મોત માટે જવાબદાર કફ સિપરને તત્કાલ પ્રભાવથી પરત લેવા માટે ડોર-ટૂ-ડોર કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી મેડિકલ એલર્ટ જાહેર કરાયા બાદ ગામ્બિયાએ આ પગલું ભર્યું છે. WHO એ ભારતની મેડેન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (Maiden Pharmaceuticals Limited) ની શરદી-ઉધરસની 4 દવાઓને લઈને મેડિકલ એલર્ટ જાહેર કર્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી ગામ્બિયામાં થયેલા 66 બાળકોના મોત સાથે જોડાયેલી છે.
'બાળકોનું મૃત્યુ પરિવાર માટે હ્રદયદ્રાવક'
વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ધેબ્રેયેસસે એક નિવેદનમાં કહ્યું કે, 'વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગામ્બિયામાં ઓળખ કરેલી તે ચાર દૂષિત દવાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે કિડનીની ગંભીર ક્ષતીથી 66 બાળકોના મોત થવાની આશંકા છે.' તેમણે કહ્યું કે બાળકોના મોત પરિવારો માટે એક હ્રદયદ્રાવક ઘટના છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ મેડિકલ પ્રોડક્ટ રિપોર્ટમાં કહ્યું- લેબોરેટરીમાં તપાસ દરમિયાન બધા સેમ્પલમાં જરૂરીયાતથી વધુ ડાયથિલીન ગ્લાઇકોલ અને એથિલીન ગ્લાઇકોલની માત્રા મળી જે સ્વીકાર્ય માત્રાથી ખુબ વધુ છે.
આ ચાર દવાઓની તપાસ
પ્રોથેમાઝિન ઓરલ સોલ્યૂશન
કોફેક્સમાલિન બેબી કફ સિપર
મકોફ બેબી કફ સિરપ
મૈગ્રીપ એન કોલ્ડ સિરપ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે