કોરોનાને કારણે ભાંગી પડેલા દેશોમાંથી પણ આવ્યા તબલીગી, જાણો દેશમાં ક્યાં ક્યાં ગયા?
Trending Photos
નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં હાકાકાર મચી ગયો છે. કોરોના સંક્રમણ અને લોકડાઉનની વચ્ચે દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલ તબલીગી જમાત મરકજમાં 16 દેશો અને ભારતનાં 19 રાજ્યોમાંથી આવેલા આશરે 2000થી વધારે લોકો એકત્ર થયા હતા. જેમાં એ દેશનાં લોકોનો પણ સમાવેશ થાય છે, જ્યાં કોરોના વાયરસ પોતાનાં પગ ફેલાવી ચુક્યું છે. જો કે તંત્રએ 36 કલાકની આકરી મહેનત બાદ આ તમામ લોકોને મરકજથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરી દીધા છે, પરંતુ ઘણા લોકો જમાતિઓના સંપર્કમાં આવી ગયા છે જેને પોલીસ શોધી રહી છે.
દિલ્હીમાં કોરોનાને કારણે 50થી વધારે લોકોનાં એકત્ર થવા પર પ્રતિબંધ હતો, તે સમયે 13 માર્ચે ધાર્મિક કાર્યક્રમ દિલ્હીના નિઝામુદ્દીન ખાતે બદલીગી જમાતનાં મરકજમાં દેશ-વિદેશથી આવેલા જમાતીઓ રોકાયેલા છે. તેમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, નેપાળ, મ્યાંમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા અને કિર્ગિસ્તાન સહિત 16 દેશોનાં લોકોનો સમાવેશ થાય છે. આ તમામ દેશોમાં કોરોના વાયરસના સંક્રમણથી કઇ રીતે ઝડપથી વધ્યા છે. તેવામાં તેમને એક સ્થળ પર જમા થવાનાં કોરોના સંક્રમણનો ખતરો વધી ગયો છે અને લોકો ચિંતિત પણ છે.
તબલીગી જમાત તરફથી મરકજમાં 1746 લોકોનાં રોકોવાની માહિતી આપવામાં આવી હતી. તેમાં 216 વિદેશી અને 1530 ભારતીયોનો ઉલ્લેખ હતો. જો કે તબલીગી જમાતનાં મરકજનો ખાલી કરાવાયું તો ઘણા વધારે લોકો નિકળ્યા. તબલીગી જમાતનાં મરકજથી કાઢવામાં આવેલા આશરે 200 લોકોને કોરોન્ટીનમાં તો મોકલી આપવામાં આવ્યા છે. પોલી તંત્ર દેશ અને વિદેશ જમાતીઓની શોધ યુદ્ધ સ્તર પર કરી રહી છે જેથી દેશમાં કોરોનાને ફેલાવતો અટકાવી શકાય.
તબલીગી જમાતનાં મરકઝમાં વિદેશથી આવેલા લોકોની યાદી કંઇક એમ છે. તેમાં થાઇલેન્ડનાં 71, ઇન્ડોનેશિયાથી 72, નેપાળથી 19, મલેશિયાથી 20, મ્યાનમારથી 33, બાંગ્લાદેશથી 19, શ્રીલંકાથી 34, સિંગાપુરથી 1, કિર્ગિસ્તાનથી 28, અફઘાનિસ્તાનથી 1, અલ્જીરિયાથી 1, ફિઝીના 2, ફ્રાંસના 1, ઇંગ્લેન્ડથી 3 અને કેન્યાનાં 6 લોકોનો સમાવેશ થાય છે. તેમાંથી અનેક દેશ છે જ્યાં કોરોનાને કારણે સ્થિતી ખુબ જ ખરાબ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે