Covid-19 એ ભારતમાં તોડ્યા તમામ રેકોર્ડ્સ, 24 કલાકમાં 2.34 લાખથી વધારે નવા કેસ

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણે ફરી એકવાર તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2,34,692 નવા કેસ સામે આવ્યા છે

Covid-19 એ ભારતમાં તોડ્યા તમામ રેકોર્ડ્સ, 24 કલાકમાં 2.34 લાખથી વધારે નવા કેસ

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણે ફરી એકવાર તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2,34,692 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે તે દરમિયાન દેશમાં 1,23,354 લોકો સંક્રમણને માત આપી સ્વસ્થ થયા છે. આ વચ્ચે દેશમાં કોરોના સંક્રમણના કારણે 1,341 લોકોના મોત થયા છે. મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાની પુષ્ટિ કરતા દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર બેકાબુ બની છે. સતત ત્રીજા દિવસે બે લાખથી વધુ નવા કોરોના દર્દીઓના કેસ આવ્યા છે.

એક દિવસમાં સૌથી વધારે મોત
આ મહામારી શરૂ થઈ ત્યારથી અત્યારસુધીમાં પ્રથમ વખત એક દવિસમાં સૌથી વધારે સંક્રમિતોનું મોત થયું છે. આ આંકડો 1,341 પર પહોંચી ગયો છે. તમને જણાવી દઇએ કે, 15 સપ્ટેમ્બરના સૌથી વધુ 1290 મોત થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 1,45,26,609 કોરોના કેસ છે. જેમાંથી 1,26,71,220 સંક્રમિત રિકવર થઈ ગયા છે. દેશમાં આ સમયે કોરોનાના 16,79,740 એક્ટિવ કેસ છે. જ્યારે 1,75,649 લોકોના વાયરસના કારણે મોત થયા છે.

દેશમાં 16 લાખથી વધુ એક્ટિવ કેસ
દેશમાં કોરોના રસીકરણ અભિયાન વિશે વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધીમાં 11 કરોડ 99 લાખ 37 હજાર 641 ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. ભારત સરકાર અને આરોગ્ય મંત્રાલયને લગતી તમામ મોટી સંસ્થાઓ સતત પરીક્ષણ, ટ્રેસિંગ, સર્વેલન્સ અને સારવાર માટે આગ્રહ રાખે છે. ભારતમાં કોવિડ -19 સંક્રમણના સક્રિય કેસની સંખ્યા 1.6 મિલિયનને વટાવી ગઈ છે. તે જ સમયે, 1,74,308 લોકો સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે, દેશમાં કોરોનાનો (Covid-19) ખતરનાક પ્રકારો અત્યાર સુધીમાં 1,189 નમૂનાઓમાં જોવા મળ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેમાં યુકે (UK) વેરિએન્ટના 1,109 નમૂનાઓ, દક્ષિણ આફ્રિકાના વેરિએન્ટના 79 નમૂનાઓ અને બ્રાઝિલના વેરિએન્ટના 1 નમૂનાઓનો સમાવેશ થાય છે. કોરોના વાયરસ તેની પ્રકૃતિને બદલી રહ્યો છે, જેમાં સંક્રમણ ફેલાવવાની ક્ષમતા પહેલા કરતા વધારે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news