Coronavirus: સંક્રમણ અટકાવવા રેલવેએ જાહેર કર્યા નવા નિયમ, તમે પણ જાણો

દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે ભારતીય રેલવે દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ તેનું પાલન નહીં કરે તો દંડ ફટકારવામાં આવશે. 
 

Coronavirus: સંક્રમણ અટકાવવા રેલવેએ જાહેર કર્યા નવા નિયમ, તમે પણ જાણો

નવી દિલ્હીઃ રેલવે પરિસર અને ટ્રેનોમાં માસ્ક ન પહેરવા પર 500 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે, કારણ કે હવે રેલવેએ તેને રેલવે અધિનિયમ હેઠળ ગુના તરીકે સામેલ કર્યા છે. આ જાણકારી શનિવારે એક આદેશમાં સામે આવી છે.

આ રેલવે દ્વારા કરવામાં આવેલ નવીનતમ ઉપાયવ છે. રેલવેએ વાયરસના પ્રસારને પ્રતિબંધિત કરવા માટે સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મામલાના મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા કોવિડ પ્રોટોકોલનું પાલન નક્કી કરવા માટે તેને અપનાવ્યા છે. 

રેલવે દ્વારા જારી આદેશમાં કહેવામાં આવ્યું છે, 'કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટે જારી વિશિષ્ટ દિશાનિર્દોશોમાં માસ્ક પહેરવું સામેલ છે. ભારતીય રેલવે દ્વારા ટ્રેનોની અવરજવર માટે 11 મે, 2020ના જારી એસઓપીમાં કહેવામાં આવ્યું છે કે, તમામ યાત્રીકોને સલાહ આપવામાં આવે કે તેને પ્રવેશ અને યાત્રા દરમિયાન ફેસ કવર કે માસ્ક પહેરેલું હોવું જોઈએ.'

Mumbai ના મેયર બોલ્યા- મહાકુંભમાંથી આવી રહેલા લોકો પ્રસાદમાં 'કોરોના' વહેંચશે

તેમાં કહેવામાં આવ્યું છે કે માસ્કના ફરજીયાત ઉપયોગ અને દંડને હવે ભારતીય રેલવે (રેલવે પરિસરમાં સ્વચ્છતાને અસર કરતી પ્રવૃત્તિઓ માટે દંડ) નિયમ, 2021માં લિસ્ટ કરવામાં આવશે, જેમાં રેલ પરિસરમાં થૂંકનાર માટે પણ દંડની જોગવાઈ છે. 

આદેશમાં કહેવામાં આવ્યું છે, કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખતા કોઈ વ્યક્તિ દ્વારા માસ્ક ન પહેરવા અને રેલવે પરિસર (ટ્રેનો સહિત) માં પ્રવેશ કરતા તથા થૂંકવા તથા આ પ્રકારના કૃત્ય પર પ્રતિબંધ લગાવવા અસ્વચ્છ પરિસ્થિતિઓના નિર્માણથી બચવા માટે મહત્વપૂર્ણ છે જેનાથી જીવન અને જાહેર સ્વાસ્થ્યને ખતરો થઈ શકે છે. 

તેમાં કહેવામાં આવ્યું છે કે, થૂંકવા અને આ પ્રકારના કૃત્યો રોકવા માટે અને રેલવે પરિસર (રેલગાડીઓ સહિત)માં બધા વ્યક્તિઓ દ્વારા ફેસ માસ્ક કે ફેસ કવર પહેરવું ફરજીયાત કરવા માટે રેલવે અધિકારીઓ દ્વારા ભારતીય રેલવે (રેલવે પરિસરમાં સ્વચ્છતાને અસર કરતી પ્રવૃત્તિઓ માટે દંડ) નિયમ 2021 હેઠળ દંડ (500 રૂપિયા સુધી) લગાવવામાં આવશે. 

આદેશમાં તે પણ કહેવામાં આવ્યું છે કે આ છ મહિનાના સમય માટે તત્કાલ પ્રભાવથી આ સંબંધમાં આગામી આદેશ જારી થયા સુધી લાગૂ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news