Corona: PM મોદીએ રદ કર્યો બંગાળનો ચૂંટણી પ્રવાસ, આવતીકાલે કરશે હાઇ લેવલ બેઠક
ભાજપે આ પહેલાં જાહેરાત કરી હતી કે તે કોવિડ 19ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખતાં પશ્વિમ બંગાળમાં નાની નાની રેલીઓ કરશે. જેમાં 500થી વધુ લોકો સામેલ થશે નહી.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus) થી સતત બગડતી સ્થિતિને જોતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ શુક્રવારે પોતાના પ્રસ્તાવિત પશ્વિમ બંગાળ (West Bengal) નો પ્રવાસ રદ કર્યો છે. પીએમ મોદી કોવિડ 19ની વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે એક હાઇ લેવલ બેઠક કરશે.
PM એ ટ્વીટ કરીને આપી જાણકારી
પીએમએ ટ્વીટ કરીને લખ્યું કે 'કોવિડ 19 ની હાલની સ્થિતિ માટે હું એક હાઇ લેવલ બેઠકની અધ્યક્ષતા કરીશ.અ તેના લીધે હું પશ્વિમ બંગાળ જઇ શકીશ નહી.'
Tomorrow, will be chairing high-level meetings to review the prevailing COVID-19 situation. Due to that, I would not be going to West Bengal.
— Narendra Modi (@narendramodi) April 22, 2021
ચૂંટણી પ્રચાર નહી કરે PM મોદી!
ત્યારબાદ પ્રધાનમંત્રીનો પશ્વિમ બંગાળમાં કોઇ ચૂંટણી કાર્યક્રમ નક્કી નથી. એવામાં સમજી શકાય કે હવે તે રાજ્યોમાં ચૂંટણી પ્રચાર નહી કરે.
ભાજપે આ પહેલાં જાહેરાત કરી હતી કે તે કોવિડ 19ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખતાં પશ્વિમ બંગાળમાં નાની નાની રેલીઓ કરશે. જેમાં 500થી વધુ લોકો સામેલ થશે નહી. ત્યારબાદ નક્કી થયું કે પ્રધાનમંત્રી શનિવારે પ્રસ્તાવિત રેલીઓના બદલે ફક્ત શુક્રવારે જ ચૂંટણી કાર્યક્રમ કરશે.
વિપક્ષના નિશાન પર PM
તમને જણાવી દઇએ કે કોવિડ 19 ના કેસમાં વધારો થતાં રેલી કરવાને લઇને ભાજપ અને પ્રધાનમંત્રી વિપક્ષીઓના નિશાન પર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે