CoWin પર એક જ દિવસમાં એક કરોડથી વધુ રજિસ્ટ્રેશન, 1 મેથી 18+ લોકોને મળશે રસી
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોરોના (Corona Virus) મહામારીને પહોંચી વળવા માટે યુદ્ધસ્તરે પ્રયત્નો ચાલુ છે. આ જ સંલગ્ને સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણની જાહેરાત કરી છે. જેના માટે બુધવારથી રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ ગઈ. રસી માટે Cowin અને Aarogya Setu એપ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. જેના પહેલા જ દિવસે રેકોર્ડ સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું.
પહેલા દિવસે એક કરોડ લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
MyGovIndia દ્વારા ટ્વીટ કરીને જાણકારી અપાઈ કે મહામારીને સમાપ્ત કરવાની દિશામાં રસીકરણ (Vaccination) ખુબ મહત્વનું પગલું છે. દુનિયાના સૌથી મોટા વેક્સીનેશન ડ્રાઈવ માટે એક કરોડથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
A significant step towards ending the pandemic! More than 1 Crore people join the world’s #LargestVaccineDrive today by registering themselves on the #CoWin platform. #IndiaFightsCorona #TogetherWeCan pic.twitter.com/U644EgdCs3
— MyGovIndia (@mygovindia) April 28, 2021
અનેકવાર એપ થઈ ક્રેશ
મળતી માહિતી મુજબ અનેકવાર એપ ક્રેશ થવાની પણ ફરિયાદો સાંભળવા મળી. સોશિયલ મીડિયા પર લોકોએ તેની ફરિયાદ કરી. અત્રે જણાવવાનું કે કોરોના વાયરસ રસી માટે 1 મેથી 18+ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. પરંતુ આ માટે તેમણે Cowin અને Aarogya Setu પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે