Corona: શરદી, ઉધરસ જ નહીં, અપચો અને ઉલટી હોય તો પણ કોરોના ટેસ્ટ કરાવો

દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સ્વાસ્થ્ય જગતના ત્રણ નિષ્ણાંતો કોરોના વાયરસથી બચાવના ઉપાયો પર વાત કરી રહ્યાં છે. 
 

Corona: શરદી, ઉધરસ જ નહીં, અપચો અને ઉલટી હોય તો પણ કોરોના ટેસ્ટ કરાવો

નવી દિલ્હીઃ દેશમાં ઝડપથી વધતા કોરોના સંક્રમણે (Corona virus in india) સરકારની સાથે-સાથે ચિકિત્સા જગતની ચિંતા પણ વધારી દીધી છે. દેશના દિગ્ગજ ચિકિત્સા નિષ્ણાંતોએ બુધવારે આ મહામારીનો સામનો કરવાના ઉપાયો જણાવ્યા. નિષ્ણાંતોએ કહ્યુ કે, કોરોના સંક્રમણ હવે કોઈ અજાણી બીમારી નથી. આ કોમન સંક્રમણ બની ચુકી છે. તેના બચાવના ઉપાય જ તેનાથી બચવાના મજબૂત ઉપાય છે. સાચા સમયે સંક્રમણની ઓળખ થઈ જવી અને તત્કાલ સારવાર શરૂ કરવી ખુબ જરૂરી છે. એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા (Dr Randeep Guleria), નારાયણા હેલ્થના ડોક્ટર દેવી શેટ્ટી  (Dr Devi Shetty) અને મેદાંતા ગ્રુપના ડોક્ટર નરેશ ત્રેહન (Dr Naresh Trehan) એ દેશના લોકોને સંબોધિત કર્યા. 
નિષ્ણાંતોના આ ઉપાયો વિશે તમે પણ જાણો. 

નારાયણા હેલ્થના ચેરમેન ડો. દેવી શેટ્ટીએ જણાવ્યુ કે, જો તમને શરીરમાં દુખાવો, શરદી, ખાંસી, અપચો, ઉલટી થવી જેવા લક્ષણ છે તો તમે કોરોના ટેસ્ટ કરાવી લો. તે બીમારીની સારવારમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો તમે એસિમ્ટોમેટિક છો તો ડોક્ટર તમને ઘર પર આઇસોલેશનમાં રહેવા, માસ્ક પહેરવા અને તમારી ઓક્સિજન સ્થિતિને દર છ કલાકમાં ચેક કરવાનું કહેશે. આ કોરોના સંક્રમણની સારવારમાં જરૂરી છે. 

— ANI (@ANI) April 21, 2021

ડો. શેટ્ટીએ કહ્યુ કે, સંક્રમણથી પીડિત લોકોમાં જો ઓક્સિજન લેવલ 94થી ઉપર હોય તો કોઈ સમસ્યા નથી, પરંતુ જો એક્સરસાઇઝ બાદ તે નીચુ આવે તો ડોક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં તે ખુબ જરૂરી ગોય છે કે દર્દીને યોગ્ય સમયે સારવાર મળે. 

મેદાંતા હોસ્પિટલના નિષ્ણાંત ડો. નરેશ ત્રેહને કહ્યુ કે, રેમડેસિવિર ઇન્જેક્શન કોરોનાની સારવારની રામબાણ દવા નથી. જોવામાં આવ્યું છે કે તે માત્ર વાયરલ લોડને ઓછો કરવામાં મદદ કરે છે. દરેક દર્દી માટે તેનો ઉપયોગ જરૂરી નથી. તે મૃત્યુદર ઘટાડવાની દવા નથી. તેમણે કહ્યુ કે, કોરોના સંક્રમણમાં ખુબ ઓછા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. હોસ્પિટલમાં બેડનો ઉપયોગ જવાબદારી સાથે થાય તે માટે અફરાતફરી ન મચાવવી જોઈએ. 

ડો. નરેશ ત્રેહને તે પણ કહ્યુ કે, તેમની સાથે ડોક્ટરોએ હવે એક પ્રોટોકોલ બનાવ્યો છે કે રેમડેસિવિર બધા સંક્રમિતોને આપવામાં આવશે નહીં. તેના ઉપયોગનું સૂચન દર્દીઓના લક્ષણો અને સંક્રમણની ગંભીરતા જોતા લેવામાં આવશે. ધ્યાનમાં રહે કે આ પહેલા એમ્સના ડાયરેક્ટરે કહ્યુ હતુ કે, રેમડેસિવિર કોઈ જાદૂઈ ગોળી નથી... ન તે મૃત્યુદર ઘટાડનારી દવા છે. તેમણે સ્પષ્ટ કર્યુ હતુ કે હળવા લક્ષણોવાળા લોકોને સમય પહેલા રેમડેસિવિર આપવાનો કોઈ ફાયદો નથી. 

પોઝિટિવ આવવા પર હોસ્પિટલમાં ન ભાગો
ડો. નરેશ ત્રેહને કહ્યુ કે, હોસ્પિટલની એપથી જાણકારી લઈ શકો છો. લક્ષણો દેખાવા પર તત્કાલ આઇસોલેટ થઈ જાવ. વિલંબ ન કરતા સારવાર શરૂ કરી દો. પોઝિટિવ આવવા પર હોસ્પિટલ ન ભાગો. મધ્યમ લક્ષણ દેખાવા પર ક્વોરેન્ટીન સેન્ટર જઈ શકો છો. ઓક્સિજન લેવલમાં ઉતાર-ચઢાવ જોવા મળે તો હોસ્પિટલમાં દાખલ થઈ શકો છો. 

— ANI (@ANI) April 21, 2021

85% લોકોને રેમડેસિવિરની જરરૂર નથી
AIIMS ડાયરેક્ટર ડોક્ટર ગુલેરિયાએ કહ્યુ કે, 85 ટકાથી વધુ લોકો કોઈ વિશેષ સારવાર વગર કોરોનાથી સાજા થઈ જશે. તેમણે કહ્યું કે, દરેકને રેમડેસિવિરની જરૂર નથી. મોટાભાગના લોકોમાં સામાન્ય શરદી, ગળામાં ખારાશ જેવા સામાન્ય લક્ષણ જોવા મળી રહ્યાં છે. જે 5-7 દિવસમાં સાજા થઈ જાય છે. તેમણે કહ્યું કે, માત્ર 15 ટકા દર્દી એવા છે જેને હોસ્પિટલમાં જવાની જરૂર પડે છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news