લોકડાઉનમાં પણ તમે ખોલી શકશો ઓફીસ, માત્ર આ શરતનું કરવું પડશે પાલન
Trending Photos
નવી દિલ્હી : લોકડાઉન 2.0ની અવધિ પુર્ણ થવાની હતી પરંતુ એકવાર ફરીથી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. જેનો અર્થ છે કે 17 મે સુધી લોકડાઉન લાગુ રહેશે. આ અંગે ગૃહમંત્રાલય દ્વારા એક ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવી છે ગાઇડલાઇન અનુસાર આ વખતના લોકડાઉનમાં અનેક છુટછાટ આપવામાં આવી છે. ગાઇડલાઇનમાં સમગ્ર દેશમાં રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવ્યા છે.
ગ્રીન ઝોનમાં તમામ મોટી આર્થિક ગતિવિધિઓને છુટછાટ આપવામાં આવી છે. ઓફીસ અને ફેક્ટરીને શર્તો સાથે ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. જેમ કે ફેક્ટરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો સંપુર્ણ ખ્યાલ રાખવામાં આવશે. આ ઉપરાંત કાર્ય સ્તળને સમયાંતરે સેનેટાઇઝ કરવામાં આવશે.
- અહીં સ્પષ્ટતા જરૂરી છે કે, રાહત માત્ર ગ્રીન ઝોન માટે જ છે. જે જિલ્લાઓમાં ગત્ત 21 દિવસમાં કોરોના સંક્રમણનો એક પણ કેસ નથી આવ્યો તે જિલ્લાઓને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
- ગાઇડલાઇનમાં સ્પષ્ટતા છે કે, રેડ ઝોનમાં મોટા પ્રમાણમાં કોઇ ગતિવિધિને પરવાનગી નહી હોય. ગ્રામીણ વિસ્તારોમાં તમામ ઔદ્યોગિક અને નિર્માણ ગતિવિધિઓ, જેમાં મનરેગા કાર્ય, ખાય્દ પ્રસંસ્કરણ એકમો અને ઇંટોના ભઠ્ઠાનો સમાવેશ થાય છે, તેને પરવાનગી આપવામાં આવી છે.
ક્યારથી લાગુ થશે લોકડાઉન
અત્રે ઉલ્લેખીય છે કે, સમગ્ર દેશમાં 25 માર્ચથી લોકડાઉન લાગુ છે. અગાઉ તેને 21 દિવસ માટે લાગુ કરવામાં આવ્યું હતું પરંતુ 14 એપ્રીલને એકવાર ફરી 19 દિવસ માટે વધારી દેવામાં આવ્યા. બીજા તબક્કામાં લોકડાઉનની અવધિ 3 મેના રોજ ખતમ થઇ રહી હતી. જો કે અત્યાર સુધી એકવાર ફરીથી તેને વધારીને 17 મે સુધી કરી દેવાયું છે. આ પ્રકારે દેશમાં સતત 54 દિવસનું લોકડાઉન લાગુ થઇ ચુક્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે