લોકડાઉન તો PM મોદીને પણ લાગુ પડે, જાણો શું કરે છે પોતાને એકદમ ફિટ રાખવા માટે
કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાને એકદમ સ્વસ્થ રાખવા માટે શું કરે છે? જ્યારે પીએમ મોદીએ આ અંગે જવાબ આપ્યો તો બધા ચકિત રહી ગયાં. તેમણે યોગ કરતા કેટલાક વીડિયો શેર કર્યા છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાને એકદમ સ્વસ્થ રાખવા માટે શું કરે છે? જ્યારે પીએમ મોદીએ આ અંગે જવાબ આપ્યો તો બધા ચકિત રહી ગયાં. તેમણે યોગ કરતા કેટલાક વીડિયો શેર કર્યા છે. હકીકતમાં રવિવારે મન કી બાતમાં એક વ્યક્તિએ પીએમ મોદીને ફિટનેસ પર સવાલ કર્યો હતો. હવે પીએમ મોદીએ વીડિયોઝ શેર કરીને તેનો જવાબ આપતા કહ્યું કે આશા છે કે લોકો પણ આ રીતે યોગ કરશે.
પીએમ મોદીએ વીડિયો લાઈબ્રેરીની લિંક શેર કરતા લખ્યું કે મન કી બાતમાં કોઈએ મને ફિટનેસ પર સવાલ પૂછ્યો હતો. અહીં હું યોગ અંગે વીડિયોઝ શેર કરી રહ્યો છું. આશા છે કે તમે પણ રોજ યોગ કરશો.
During yesterday’s #MannKiBaat, someone asked me about my fitness routine during this time. Hence, thought of sharing these Yoga videos. I hope you also begin practising Yoga regularly. https://t.co/Ptzxb7R8dN
— Narendra Modi (@narendramodi) March 30, 2020
આ અગાઉ એક ટ્વીટમાં પીએમ મોદીએ લખ્યું કે હું કોઈ ફિટનેસ કે મેડિકલ એક્સપર્ટ નથી. યોગ કરવા એ મારી જિંદગીનો ભાગ છે. ઘણા વર્ષોથી હું આમ કરું છું અને મને તેનો ફાયદો પણ થયો.
મન કી બાતમાં રૂડકીના શશિ નામના એક વ્યક્તિએ પીએમ મોદીને સવાલ કર્યો હતો. આ સાથે જ તેમણે પીએમ મોદીને પૂછ્યું હતું કે તમે કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન નવરાત્રના વ્રત કેવી રીતે રાખી શકો છો. જેનો જવાબ મોદીએ સીધો ન આપ્યો. તેમણે કહ્યું કે આ તેમની અને શક્તિની ભક્તિ વચ્ચેનો વિષય છે. પરંતુ તેમણે એટલું જરૂર કહ્યું કે લોકડાઉનમાં બહાર નીકળવાની ના પાડી છે પરંતુ અંદર ઝાંકવાનો આ અવસર છે. તેમણે કહ્યું કે તમારી અંદર પ્રવેશ કરો, આ જ યોગ્ય સમય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે