Coronavirus Live Updates : દેશમાં કોરોનાના 169 મામલા, મહારાષ્ટ્રમાં હાલત સૌથી વધારે ખરાબ
સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનાગ્રસ્ત લોકોમાંથી 14 લોકો ઠીક ગયા છે અને ત્રણના મોત નોંધાયા છે.
Trending Photos
નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસ (Corona Virus)ના પીડિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આજે છત્તીસગઢ અને ચંડીગઢમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો છે. ચંડીગઢના સેક્ટર 32 ખાતે જીએમસીએચમાં દાખલ થયેલો એક સંદિગ્ધ કોરોનાગ્રસ્ત હોવાની પુષ્ટિ થઈ છે. દર્દી ચંડીગઢની છે અને રવિવારે સવારે જ ઇંગ્લેન્ડથી પરત આવી છે. છત્તીસગઢમમાં જે દર્દી કોરોનાગ્રસ્ત છે એ પણ હાલમાં જ લંડનથી પરત આવી છે. આ યુવતીના માતા-પિતા ક્વારંટાઇનમાં રાખવામાં આવ્યા છે.
સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 169 સુધી પહોંચી ગઈ છે. સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનાગ્રસ્ત લોકોમાંથી 14 લોકો ઠીક ગયા છે અને ત્રણના મોત નોંધાયા છે. કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. રાજ્યમાં અત્યાર સુધી 45 મામલા સામે આવ્યા છે. દેશમાં ચેપ રોકવા માટે મોટા પગલાં લેવામાં આવ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં સ્કૂલ અને કોલેજ તેમજ થિયેટર્સ બંધ કરી દેવામાં આવ્યા છે. મુંબઈ, પુણે અને નોઇડામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ALL THE UPDATES ON CORONA
- દુનિયામાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 8,732 થઈ ગઈ છે. જોકે 83,313 લોકો ઠીક થઈ ઘરે પહોંચી ગયા છે.
- ઇટાલીમા કોરોનાને કારણે એક દિવસમાં 475 લોકોના મૃત્યુ થઈ ગયા છે. જોકે રાહતની વાત એ છે કે ચીનમાં બુધવારે એક પણ નવો મામલો નથી નોંધાયો.
- ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 169 સુધી પહોંચી ગઈ છે.
- CBSEએ 10 અને 12ની પરીક્ષા ટાળી દીધી છે. નવી તારીખોનું એલાન 31 માર્ચ પછી થશે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. આમાં તેઓ સરકારી તૈયારીઓ વિશે વાત કરશે.
- કોરોના પર કેન્દ્ર સરકારે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે અને પરિવહન સાધનોમાં ભીડ ઓછી કરવાની સલાહ આપી છે.
- કોરોનાનો ફેલાવો રોકવા માટે યુપીના ગૌતમબુદ્ધ નગરમાં 5 એપ્રિલ સુધી કલમ 144 લગાવવામાં આવી છે. જિલ્લામાં સોશિયલ અને સ્પોર્ટસ એક્ટિવિટી પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
- દિલ્હી એમ્સમાં તમામ ઓપીડી અટકાવી દેવામાં આવી છે.
- ફિલિપિન્સમાં ભણવા ગયેલા 40 વિદ્યાર્થીઓ સિંગાપુરમાં ફસાઈ ગયા છે. તેમણે ભારત આવવા માટે સરકાર પાસે મદદની અપીલ કરી છે.
- વુહાનથી પરત આવેલા ભારતીય વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. તેમને કોલેજના લેક્ચરર રોજ બપોરે 11થી 2 વાગ્યા સુધી અને સાંજે 3થી 6 વાગ્યા સુધી ઓનલાઇન લેક્ચર આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે