કેટલો ખતરનાક છે કોરોનાનો 'Indian Strain'? નિષ્ણાંતોએ આપી ચોક્કસ જાણકારી

Coronavirus Indian strain: નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના વાયરસનું ભારતીય સ્વરૂપ ઝડપથી ફેલાઈ છે, પરંતુ તેના ઘાતક હોવાના પ્રમાણ હજુ મળ્યા નથી. 

કેટલો ખતરનાક છે કોરોનાનો  'Indian Strain'? નિષ્ણાંતોએ આપી ચોક્કસ જાણકારી

નવી દિલ્હીઃ નિષ્ણાંતોનુ કહેવું છે કે કોરોના વાયરસનું ભારતીય સ્વરૂપ (Coronavirus Indian Strain) બ્રિટિશ સ્વરૂપની જેમ ઝડપથી ફેલાઈ શકે છે પરંતુ હજુ સુધી આ વાતના ખુબ ઓછા પૂરાવા મળ્યા છે કે તે મૂળ વાયરસથી વધુ ઘાતક છે. SARSCOV-2 ના B.1.617 સ્વરૂપને ડબલ મ્યૂટેશન વાળો કે ભારતીય વાયરસ પણ કહેવામાં આવે છે. 

નવા સ્ટ્રેનથી પ્રભાવિત રાજ્ય
કોરોનાનું ભારતીય સ્વરૂપ મહામારીની બીજી લહેરથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ખુબ મળ્યું છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં કોરોના વાયરસ  (Coronavirus) ના કેસમાં ખુબ તેજી આવી છે અને સ્વાસ્થ્ય સેવાઓ પર તેની અસર પડી છે. દિલ્હીની અનેક હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાય છે. 

B.1.617 સ્ટ્રેન ઝડપથી ફેલાય છે
ઈન્સ્ટિટ્યુટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટીગ્રેટિવ બાયોલોજી (IFIB) ના ડાયરેક્ટર અનુરાગ અગ્રવાલે કહ્યુ, જ્યાં સુધી અમારી જાણકારી છે, ન તો બ્રિટિશ સ્વરૂપ અને ના આ બીમારી કે મોતની ગંભીરતા સાથે જોડાયેલ છે. સાબિત થઈ ચુક્યુ છે કે બ્રિટિશ સ્વરૂપ ઝડપથી ફેલાઈ છે અને સંભવ છે કે B.1.617 સ્વરૂપ વધુ ઝડપથી ફેલાઈ શકે છે. પરંતુ તે સાબિત થયું નથી અને તેને સાબિત કરવા માટે ઘણા લક્ષણ અને રિસર્ચ હજુ પૂરા થયા નથી. 

ક્યા સ્વરૂપની પ્રસાર ક્ષમતા કેટલી?
આઈજીઆઈબી દેશભરની 10 પ્રયોગશાળામાંથી એક છે જે વાયરસના જીનોમ સીક્વેન્સમાં સામેલ છે. પરંતુ તેણે કહ્યુ કે, તે વાતની કોઈ તુલના નથી કે કઈ સ્વરૂપની પ્રસાર ક્ષમતા વધી છે. તેણે કહ્યુ કે, મહારાષ્ટ્રના અનુભવને જોતા આ સ્વરૂપ ઝડપથી ફેલાતું લાગે છે, પરંતુ તે સાબિત થવાનું બાકી છે. તેમણે કહ્યું કે, સામાન્ય પ્રમાણોને જોતા આ સ્વરૂપ (B.1.617) વધુ ઝડપથી ફેલાઈ શકે છે. 

શું કહેવું છે  NCBS નું?
પાછલા વર્ષની પ્રથમ લહેરની અપેક્ષાએ આ વખતે રાજ્યમાં વધુ મોતો વિશે પૂછવા પર અગ્રવાલે કહ્યુ કે, તેનો સીધો સંબંત તે વાત સાથે છે કે સ્વરૂપ કેટલું ફેલાઈ શકે છે અને જેટલા વધુ લોકો સંક્રમિત થશે, મૃતકોની સંખ્યા એટલી વધુ હશે. નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાઇન્સ (NCBS) ના ડાયરેક્ટર સૌમિત્ર દાસે કહ્યુ કે, બી.1.617 સ્વરૂપ ઘાતક હોવાના સંબંધમાં હજુ સુધી કોઈ રિપોર્ટ નથી. એનસીબીએસ પશ્ચિમ બંગાળના કલ્યાણીમાં સ્થિત છે અને તે કોોરના વાયરસના જીનોમ અનુક્રમણમાં સામેલ 10 સંગઠનોમાંથી એક છે. દાસે પાછલા સપ્તાહે એક વેબિનારમાં કહ્યુ હતુ કે, ભારતમાં મળનાર વિભિન્ન સ્વરૂપો પર ઉપલબ્ધ કોરોના વેક્સિન  (Corona Vaccine) પ્રભાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news