પુત્રવધુએ નિભાવ્યો 'પુત્ર ધર્મ'...કોરોના સંક્રમિત સસરાનો જીવ બચાવવા પીઠ પર લાદી હોસ્પિટલ દોડી

અસમના નગાંવની નિહારિકા દાસે એક એવી મિસાલ રજૂ કરી કે તેના ચારે તરફ વખાણ થઈ રહ્યા છે.

પુત્રવધુએ નિભાવ્યો 'પુત્ર ધર્મ'...કોરોના સંક્રમિત સસરાનો જીવ બચાવવા પીઠ પર લાદી હોસ્પિટલ દોડી

નગાંવ: અસમના નગાંવની નિહારિકા દાસે એક એવી મિસાલ રજૂ કરી કે તેના ચારે તરફ વખાણ થઈ રહ્યા છે. વાત જાણે એમ છે કે નિહારિકા તેના કોરોના સંક્રમિત સસરાને પીઠ પર લાદીને હોસ્પિટલ પહોંચી ત્યારે ત્યાં હાજર બધા સ્તબ્ધ થઈ ગયા. 

લોકો નિહારિકાને આદર્શ વહુ ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર નિહારિકાની તસવીર સાથે લોકોએ લખ્યું કે વહુ હોય તો આવી. 

પીઠ પર લાદીને પહોંચી સ્વાસ્થ્ય કેન્દ્ર
નિહારિકા તેના કોરોના સંક્રમિત પિતાને પીઠ પર લાદીને સ્વાસ્થ્ય કેન્દ્ર પહોંચી હતી. તે લગભગ બે કિલોમીટર સુધી પગપાળા ચાલી અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચી. 

નિહારિકાના સસરા થુલેશ્વર દાસ રાહા વિસ્તારના ભાટિગાંવમાં સોપારીના વેપારી છે. જ્યારે નિહારિકાના પતિ સિલિગુડીમાં કામ કરે છે. 2 જૂનના રોજ થુલેશ્વર દાસની તબિયત બગડી અને તેમનામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. તેમને 2 કિમી દૂર રાહાના સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ જવા માટે વહુ નિહારિકાએ રિક્ષાની વ્યવસ્થા કરી પરંતુ ઓટો રિક્ષા ઘર સુધી ન આવી શકી. 

— Aimee Baruah (@AimeeBaruah) June 4, 2021

તે સમયે ઘરમાં કોઈ હાજર નહતું. ત્યારે નિહારિકાએ નક્કી કર્યું કે તે પોતે જ સસરાને હોસ્પિટલ લઈ જશે. સસરાને પીઠ પર લાદીને તે ઓટો સ્ટેન્ડ સુધી ગઈ અને પછી સ્વાસ્થ્ય કેન્દ્ર પર ઓટોથી ઉતારીને તેમને હોસ્પિટલની અંદર લઈ ગઈ. 

પોતે પણ થઈ ગઈ કોરોના પોઝિટિવ
જો કે આટલી મહેનત છતાં નિહારિકા તેના સસરાને બચાવી શકી નહીં અને પોતે પણ કોરોના પોઝિટિવ થઈ ગઈ. નિહારિકા જ્યારે સસરાને હોસ્પિટલ લઈ જતી હતી ત્યારે કેટલાક લોકોએ તેની તસવીર લઈ લીધી. પરંતુ કોઈ મદદ માટે આગળ ન આવ્યું. નિહારિકા દાસનો આ ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news