Coronavirus : તુટ્યા તમામ રેકોર્ડ, એક જ દિવસમાં એટલા કેસ આવ્યા કે સરકાર પણ પરેશાન

ભારતમાં શુક્રવારે કોરોના વાયરસ (Coronavirus) ના કારણે 442 લોકોનાં મોત નોંધાયા છે. જે ગુરૂવારના મોતનાં આંકડા 63 કરતા અનેક ગણુ વધારે છે. જુનમાં કોરોના વાયરસના સંક્રમણમાં લગભગ પાંચ લાખ કેસ સામે આવવાથી આ અત્યાર સુધીનો સૌથી ભયાનક મહીનો રહ્યો. જેના કારણે કેટલાક રાજ્યો પર અલગ અલગ પ્રતિબંધની સાથે લોકડાઉનની મદદ પણ લેવી પડી છે. 

Coronavirus : તુટ્યા તમામ રેકોર્ડ, એક જ દિવસમાં એટલા કેસ આવ્યા કે સરકાર પણ પરેશાન

નવી દિલ્હી : ભારતમાં શુક્રવારે કોરોના વાયરસ (Coronavirus) ના કારણે 442 લોકોનાં મોત નોંધાયા છે. જે ગુરૂવારના મોતનાં આંકડા 63 કરતા અનેક ગણુ વધારે છે. જુનમાં કોરોના વાયરસના સંક્રમણમાં લગભગ પાંચ લાખ કેસ સામે આવવાથી આ અત્યાર સુધીનો સૌથી ભયાનક મહીનો રહ્યો. જેના કારણે કેટલાક રાજ્યો પર અલગ અલગ પ્રતિબંધની સાથે લોકડાઉનની મદદ પણ લેવી પડી છે. 

સ્વાસ્થય મંત્રાલયના આંકડાઓ અનુસાર Covid 19 થી અત્યાર સુધી કુલ 18,655 મોત થયા છે. આંકડાઓ અનુસાર ગત્ત 24 કલાકમાં સૌથી વધારે 22,771 નવા કેસ સામે આવવાની સાથે કોરોના દર્દીઓનો કુલ આંકડો વધીને 6,48,315 થઇ ગયો છે. બીજી તરફ આ રોગમાંથી રિકવર થનારા લોકોનો દર પણ ક્રમિક રીતે સતત વધી રહ્યો છે. 

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના આંકડાઓ અનુસાર આ સતત સાતમો દિવસ છે જ્યારે Covid 19 ના કેસસ 18 હજાર કરતા વધારે નોંધાયા છે. આંકડાઓ અનુસાર 2 લાખ 35 હજાર 433 કોરોના દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 3,92,227 લોકો હાલ સ્વસ્થય થઇ ચુક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news