Coronavirus India News: કોરોનાથી ભારતમાં મૃત્યુઆંક ઘટ્યો, રિકવરી રેટ 92 ટકાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, કેટલાક રાજ્યોમાં ઓક્ટોબરના મુકાબલે નવેમ્બરમાં પોઝિટિવ કેસ વધ્યા છે. મણિપુરમાં 2000થી વધીને 3500, દિલ્હીમાં 26000થી 33000, કેરલમાં 77000થી 86000 અને પશ્ચિમ બંગાળમાં 26000થી વધીને 36000 થયા છે. 
 

Coronavirus India News: કોરોનાથી ભારતમાં મૃત્યુઆંક ઘટ્યો, રિકવરી રેટ 92 ટકાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની સ્થિતિને લઈને પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, ભારતમાં 76 લાખથી વધુ લોકો કોરોનાથી સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી 11 કરોડથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રિકવરી રેટ 92 ટકા છે. દેશમાં પ્રતિ દસ લાખની વસ્તીમાં કોરોનાના 5991 કેસ સામે આવી રહ્યાં છે. દુનિયામાં પ્રતિ દસ લાખની વસ્તી પર 5944 કેસ નોંધાયા છે. પ્રતિ 10 લાખની વસ્તી પર ભારતમાં 89 લોકોના મોત થયા છે, જ્યારે વિશ્વભરમાં પ્રતિ 10 લાખની વસ્તી પર 154 મૃત્યુ થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 5,41,405 થઈ ચુકી છે, તે દેખાડે છે કે આપણી હોસ્પિટલમાં બિનજરૂરી ભાર નથી. ટેસ્ટ, ટ્રેક, ટ્રેસ અને ટ્રીટ પર ધ્યાન આપવાની જરૂર છે. દેશમાં સ્થિતિ સારી થઈ છે, તેને બચાવીને રાખવાની જરૂર છે. 

તેમણે કહ્યું કે, અણે છેલ્લા 7 સપ્તાહમાં સાપ્તાહિક નવા કેસમાં એક ઘટાડો જોયો છે. સાપ્તાહિક નવા કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. કોરોનાના મામલામાં આરોગ્ય સંભાળ સિસ્ટમ બિનજરૂરી રૂપે બોજ નથી. હોસ્પિટલોના નેટવર્ક પર ઓછો દબાવ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, કેટલાક રાજ્યોમાં ઓક્ટોબરના મુકાબલે નવેમ્બરમાં પોઝિટિવ કેસ વધ્યા છે. મણિપુરમાં 2000થી વધીને 3500, દિલ્હીમાં 26000થી 33000, કેરલમાં 77000થી 86000 અને પશ્ચિમ બંગાળમાં 26000થી વધીને 36000 થયા છે. 

— ANI (@ANI) November 3, 2020

નીતિ આયોગના સભ્ય ડો. વીકે પાલે કહ્યુ કે, ઘણા વિસ્તારમાં નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હી અને આસપાસ ગુરૂગ્રામ, ફરીદાબાદમાં પણ કેસ વધી રહ્યાં છે. હરિયાણામાં સીરો સર્વેમાં 15-16 ટકા લોકો સંક્રમિત થયા છે, લગભગ 85 ટકાની વસ્તી સંક્રમણથી બચેલી છે. એટલે કે 85 ટકા વસ્તી પર કોરોનાનો ખતરો છે. યૂરોપમાં જોઈ શકાય છે કે હાલમાં કેસની સંખ્યામાં વધારો થયો છે. 

મથુરાઃ હવે ઇદગાહ મસ્જિદમાં ચાર હિન્દુ યુવકોએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ, પોલીસે કસ્ટડીમાં લીધા  

ભારતમાં કોરોનાની ગતિ ધીમી પડી રહી છે. 24 કલાકમાં કોરોનાના  38,310 નવા કેસ સામે આવ્યા છે અને 490 મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન એક્ટિવ કેસોમાં 20503નો ઘટાડો થયો છે. જ્યારે સંક્રમણ મુક્ત થનારાની સંખ્યામાં  58,323 નો વધારો થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news