Corona Update Today: શું આ કોરોનાની ત્રીજી લહેરના ભણકારા છે? છેલ્લા 24 કલાકમાં ભારતમાં 805 લોકોના મોત

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે.

Corona Update Today: શું આ કોરોનાની ત્રીજી લહેરના ભણકારા છે? છેલ્લા 24 કલાકમાં ભારતમાં 805 લોકોના મોત

નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે:
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.

રસીનો આંકડો 104 કરોડને પાર:
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગઈકાલે દેશમાં કોરોનાના 74 લાખ 33 હજાર 392 ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ દેશમાં અત્યાર સુધીમાં 104 કરોડ 82 લાખ 966 લોકોને રસી આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું છે કે ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 12 લાખ 84 હજાર 552 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ ગઈકાલ સુધીમાં કુલ 60 કરોડ 57 લાખ 82 હજાર 957 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ:

1 ઓક્ટોબરઃ 26,727
2 ઓક્ટોબરઃ 24,534
3 ઓક્ટોબરઃ 22,842
4 ઓક્ટોબરઃ 20,799
5 ઓક્ટોબરઃ 18,346
6 ઓક્ટોબરઃ 18,383
7 ઓક્ટોબરઃ 22,431
8 ઓક્ટોબર: 21,527
9 ઓક્ટોબરઃ 19,740
10 ઓક્ટોબરઃ 18,106
11 ઓક્ટોબરઃ 18,132
12 ઓક્ટોબરઃ 14,313
13 ઓક્ટોબરઃ 15,823
14 ઓક્ટોબરઃ 18,987
15 ઓક્ટોબરઃ 16,862
16 ઓક્ટોબરઃ 15,981
17 ઓક્ટોબરઃ 14,146
18 ઓક્ટોબરઃ 13,596
19 ઓક્ટોબરઃ 13,058
20 ઓક્ટોબરઃ 14,623
21 ઓક્ટોબરઃ 18,454
22 ઓક્ટોબરઃ 15,786
23 ઓક્ટોબરઃ 16,326
24 ઓક્ટોબરઃ 15,906
25 ઓક્ટોબરઃ 14,306
26 ઓક્ટોબરઃ 12,147
27 ઓક્ટોબરઃ 13,451
28 ઓક્ટોબરઃ 14,348

મહામારીનો ખતરો યથાવત:
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છેકે, સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસના 0.47 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછી છે. જોકે, કોરોનાનો ખતરો હજુ પણ ટળ્યો નથી. કોવિડ-19માંથી રિકવરીનો દર 98.19 ટકા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news